Maharashtra

સોનાના વાયદામાં રૂ.579 અને ચાંદીમાં રૂ.1,907નો સાપ્તાહિક ધોરણે ઘટાડો

ક્રૂડ તેલનો વાયદો રૂ.199 લપસ્યોઃ નેચરલ ગેસ, રબર, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ કપાસ, કોટનમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 548 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 18 થી 21 એપ્રિલના સપ્તાહ દરમિયાન 19,94,536 સોદાઓમાં કુલ રૂ.1,64,005.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 548 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,06,209 સોદાઓમાં કુલ રૂ.38,109.84 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.53,470ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.53,663 અને નીચામાં રૂ.52,144ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.579 ઘટી રૂ.52,413ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.377 ઘટી રૂ.41,735 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.59 ઘટી રૂ.5,184ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,950ના ભાવે ખૂલી, રૂ.437 ઘટી રૂ.52,356ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.69,499ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,738 અને નીચામાં રૂ.66,874ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 1907 ઘટી રૂ.67,125ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 1794 ઘટી રૂ.67,294 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,773 ઘટી રૂ.67,322 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 68,742 સોદાઓમાં રૂ.12,975.46 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.70 વધી રૂ.271.50 અને જસત એપ્રિલ વાયદો રૂ.0.65 વધી રૂ.373ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.80 ઘટી રૂ.819.85 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.16.3 વધી રૂ.2,517.30 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.95 વધી રૂ.188ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 5,62,606 સોદાઓમાં કુલ રૂ.51,587.58 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,196ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,347 અને નીચામાં રૂ.7,638ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.199 ઘટી રૂ.7,865 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.31.70 ઘટી રૂ.524 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,659 સોદાઓમાં રૂ.938.07 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.2,265.50 બંધ થયો હતો. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.44,590ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.44,970 અને નીચામાં રૂ.43,820ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.490 વધી રૂ.44,540ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,185ના ભાવે ખૂલી, રૂ.71 ઘટી રૂ.17093 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.20 ઘટી રૂ.1082.20 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,18,450 સોદાઓમાં રૂ.16,547.76 કરોડનાં 31,317.216 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 5,87,759 સોદાઓમાં કુલ રૂ.21,562.08 કરોડનાં 3,123.508 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,76,484 સોદાઓમાં રૂ.16,771.59 કરોડનાં 2,10,09,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,86,122 સોદાઓમાં રૂ.34,816 કરોડનાં 626510000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 5,227 સોદાઓમાં રૂ.825.62 કરોડનાં 185425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 2,379 સોદાઓમાં રૂ.111.35 કરોડનાં 1015.56 ટન, રબરના વાયદાઓમાં 49 સોદાઓમાં રૂ.0.92 કરોડનાં 54 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,240.557 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 450.627 ટન, ક્રૂડ તેલમાં 434100 બેરલ અને નેચરલ ગેસમાં 9480000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 130225 ગાંસડી, મેન્થા તેલમાં 488.16 ટન, રબરમાં 58 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 5927 સોદાઓમાં રૂ.494.66 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 5,913 સોદાઓમાં રૂ.492.89 કરોડનાં 6,402 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 14 સોદાઓમાં રૂ.1.77 કરોડનાં 16 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 698 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 4 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 15,467ના સ્તરે ખૂલી, 548 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 232 પોઈન્ટ ઘટી 15,182ના સ્તરે અને મેટલડેક્સ મે વાયદો 22,200ના સ્તરે ખૂલી, 144 પોઈન્ટ ઘટી 22200ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 643393 સોદાઓમાં રૂ.59,900.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,153.36 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,421.43 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.22,980.16 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.32,337.83 કરોડનાં કામકાજ થયાં હતાં.

કોમોડિટી વાયદાના બંધ ભાવ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ બંધ (રૂ.) વધઘટ (રૂ.)
ગોલ્ડ-ગિની  29-04-22 41735 -377
ગોલ્ડ-ગિની  31-05-22 41921 -292
ગોલ્ડ-ગિની  30-06-22 42014 -262
ગોલ્ડ-ગિની  29-07-22 42888 -933
ગોલ્ડ-પેટલ  29-04-22 5184 -59
ગોલ્ડ-પેટલ  31-05-22 5220 -45
ગોલ્ડ-પેટલ  30-06-22 5240 -34
ગોલ્ડ-પેટલ  29-07-22 5273 -32
સોનું  03-06-22 52413 -579
સોનું  05-08-22 52658 -569
સોનું-મિની  05-05-22 52356 -437
સોનું-મિની  03-06-22 52409 -559
સોનું-મિની  05-07-22 52484 -614
ચાંદી  05-05-22 67125 -1907
ચાંદી  05-07-22 67913 -1834
ચાંદી  05-09-22 70800 -633
ચાંદી-માઈક્રો  29-04-22 67322 -1773
ચાંદી-માઈક્રો  30-06-22 68140 -1689
ચાંદી-માઈક્રો  31-08-22 68908 -1644
ચાંદી-માઈક્રો  30-11-22 69860 -1248
ચાંદી-મિની  29-04-22 67294 -1794
ચાંદી-મિની  30-06-22 68141 -1677
ચાંદી-મિની  31-08-22 68872 -1574
એલ્યુમિનિયમ  29-04-22 271.5 0.7
એલ્યુમિનિયમ  31-05-22 272.85 0.45
જસત  29-04-22 373.35 0.65
જસત  31-05-22 370.55 0.65
તાંબુ  29-04-22 819.85 -2.8
તાંબુ  31-05-22 824.75 -0.75
તાંબુ  30-06-22 826 1.6
નિકલ  29-04-22 2517.3 16.3
નિકલ  31-05-22 2538.8 118.8
સીસું  29-04-22 188.3 2.95
સીસું  31-05-22 190.7 3
ક્રૂડ તેલ  19-05-22 7865 -199
ક્રૂડ તેલ  17-06-22 7827 -176
નેચરલ ગેસ  26-04-22 524 -31.7
નેચરલ ગેસ  25-05-22 535.1 -30.5
નેચરલ ગેસ  27-06-22 543.5 -30.1
કપાસ  29-04-22 2265.5 75.5
કોટન  29-04-22 44540 490
કોટન  31-05-22 44660 490
કોટન  30-06-22 44800 1050
મેન્થા તેલ  29-04-22 1082.2 -2.2
મેન્થા તેલ  31-05-22 1111 5.4
મેન્થા તેલ  30-06-22 1125.3 20.5
રબર  29-04-22 17093 -71
બુલડેક્સ  26-04-22 15182 -232
બુલડેક્સ  25-05-22 15216 -209
મેટલડેક્સ  20-05-22 22200 -144

 

 

 

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નિકલ  31-05-22 1 કિલો 2538.8 2420 118.8 4.91
કપાસ  29-04-22 20 કિલો 2265.5 2190 75.5 3.45
કોટન  30-06-22 1 ગાંસડી 44800 43750 1050 2.4
મેન્થા તેલ  30-06-22 1 કિલો 1125.3 1104.8 20.5 1.86
સીસું  31-05-22 1 કિલો 190.7 187.7 3 1.6
સીસું  29-04-22 1 કિલો 188.3 185.35 2.95 1.59
કોટન  29-04-22 1 ગાંસડી 44540 44050 490 1.11
કોટન  31-05-22 1 ગાંસડી 44660 44170 490 1.11
નિકલ  29-04-22 1 કિલો 2517.3 2501 16.3 0.65
મેન્થા તેલ  31-05-22 1 કિલો 1111 1105.6 5.4 0.49

 

સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  26-04-22 1 એમએમબીટીયૂ 524 555.7 -31.7 -5.7
નેચરલ ગેસ  25-05-22 1 એમએમબીટીયૂ 535.1 565.6 -30.5 -5.39
નેચરલ ગેસ  27-06-22 1 એમએમબીટીયૂ 543.5 573.6 -30.1 -5.25
ચાંદી  05-05-22 1 કિલો 67125 69032 -1907 -2.76
ચાંદી  05-07-22 1 કિલો 67913 69747 -1834 -2.63
ચાંદી-મિની  29-04-22 1 કિલો 67294 69088 -1794 -2.6
ચાંદી-માઈક્રો  29-04-22 1 કિલો 67322 69095 -1773 -2.57
ક્રૂડ તેલ  19-05-22 1 બેરલ 7865 8064 -199 -2.47
ચાંદી-માઈક્રો  30-06-22 1 કિલો 68140 69829 -1689 -2.42
ચાંદી-મિની  30-06-22 1 કિલો 68141 69818 -1677 -2.4

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *