ક્રૂડ તેલ રૂ.312 વધ્યુઃ કપાસ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક નરમાઈઃ કોટનમાં વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં 609 પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં 868 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 14 એપ્રિલના પખવાડિયા દરમિયાન 51,27,491 સોદાઓમાં કુલ રૂ.4,33,181.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 609 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના એપ્રિલ વાયદામાં 868 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
સમીક્ષા હેઠળના પખવાડિયા દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 15,15,922 સોદાઓમાં કુલ રૂ.79,906.85 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ પખવાડિયાના પ્રારંભે રૂ.51,936ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.53,150 અને નીચામાં રૂ.51,251ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.826 વધી રૂ.52,992ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.676 વધી રૂ.42,112 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.79 વધી રૂ.5,243ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,711ના ભાવે ખૂલી, રૂ.904 વધી રૂ.52,793ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ પખવાડિયાના પ્રારંભે રૂ.67,374ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.69,580 અને નીચામાં રૂ.65,855ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ. 1545 વધી રૂ.69,032ના સ્તરેના મથાળે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 1428 વધી રૂ.69,088 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,433 વધી રૂ.69,095ના મથાળે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,42,768 સોદાઓમાં રૂ.27,605.93 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.11.15 ઘટી રૂ.270.80 અને જસત એપ્રિલ વાયદો રૂ.28.20 વધી રૂ.373ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.822.65 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.91. વધી રૂ.2,501 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 14,19,292 સોદાઓમાં કુલ રૂ.1,20,456.21 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો પખવાડિયાના પ્રારંભે રૂ.7,600ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,116 અને નીચામાં રૂ.7,071ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે 1 બેરલદીઠ રૂ.312 વધી રૂ.8,078 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.119.30 વધી રૂ.555.70ના મથાળે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 20,466 સોદાઓમાં રૂ.2,411.47 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,166.50ના મથાળે બંધ થયો હતો. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,100ના ભાવે ખૂલી, પખવાડિયા દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.45,000 અને નીચામાં રૂ.41,830ના સ્તરને સ્પર્શી, પખવાડિયાનાં અંતે રૂ.1,810 વધી રૂ.44,050ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,780ના ભાવે ખૂલી, રૂ.447 ઘટી રૂ.17164ના મથાળે બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.40 ઘટી રૂ.1084.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ પખવાડિયા દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,52,261 સોદાઓમાં રૂ.35,032.80 કરોડનાં 67,302.625 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 12,63,661 સોદાઓમાં કુલ રૂ.44,874.05 કરોડનાં 6,649.552 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 6,35,646 સોદાઓમાં રૂ.58,280.96 કરોડનાં 7,71,08,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 7,83,646 સોદાઓમાં રૂ.62,175 કરોડનાં 1289767500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 16,360 સોદાઓમાં રૂ.2,217.46 કરોડનાં 510425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 3,983 સોદાઓમાં રૂ.191.55 કરોડનાં 1713.24 ટન, રબરના વાયદાઓમાં 115 સોદાઓમાં રૂ.2.11 કરોડનાં 122 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પખવાડિયાના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 22,313.765 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 409.364 ટન, ક્રૂડ તેલમાં 705800 બેરલ અને નેચરલ ગેસમાં 19106250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 129375 ગાંસડી, મેન્થા તેલમાં 442.44 ટન, રબરમાં 73 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પખવાડિયા દરમિયાન 13548 સોદાઓમાં રૂ.1,087.42 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 13,502 સોદાઓમાં રૂ.1,082.61 કરોડનાં 14,310 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 7 સોદાઓમાં રૂ..74 કરોડનાં 7 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 39 સોદાઓમાં રૂ.4.07 કરોડનાં 39 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પખવાડિયાના અંતે બુલડેક્સ વાયદામાં 852 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 40 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 7 લોટ્સના સ્તરે રહ્યો હતો.
બુલડેક્સ એપ્રિલ વાયદો 15,119ના સ્તરે ખૂલી, 609 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 250 પોઈન્ટ વધી 15,414ના સ્તરે અને મેટલડેક્સ એપ્રિલ વાયદો 21,422ના સ્તરે ખૂલી, 868 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 100 પોઈન્ટ વધી 21200ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, પખવાડિયા દરમિયાન, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 2015495 સોદાઓમાં રૂ.2,01,713.83 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,498.59 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,470.78 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,72,650.17 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23,085.32 કરોડનાં કામકાજ થયાં હતાં.
