Maharashtra

હું મારી ઓળખ બદલવા ઈચ્છું છું ઃ શહેનાઝ ગિલ

મુંબઈ
બિગ બોસની ૧૩થી રાતોરાત લાઈમ લાઈટમાં આવેલી મૂળ પંજાબી એક્ટ્રેસ શેહનાઝ ગિલ આજકાલ ખૂબ જ ખુશ છે કારણકે, શહેનાઝ ભાઈજાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. શહેનાઝ છેલ્લા ચાર વર્ષથી ઈન્ડસ્ટ્રીનું પોપ્યુલર નામ બની ગઈ છે અને તેમ છતાં તેની ઓળખાણ હજુ પણ ‘પંજાબની કેટરીના’ અથવા તો દિવંગત સિદ્ધાર્થ શુક્લાની એક્સ તરીકે આપવામાં આવે છે. પોતાની ઓળખ પોતાના નામથી જ ઊભી કરવા માટે શહેનાઝે તૈયારી કરી લીધી છે. શહેનાઝે વર્ષ ૨૦૧૭માં પંજાબી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું અને અત્યારસુધી કુલ ચાર પંજાબી ફિલ્મ કરી ચૂકી છે અને બધી જ ફિલ્મો હિટ નિવડી હતી. તેના ગ્લેમર લૂકના કારણે તેને ‘પંજાબની કેટરીના’ બિરુદ મળ્યું છે. આ સાથે, બિગ બોસમાં એક્ટર સિદ્ધાર્થ શુક્લાની નજીક આવેલી શહેનાઝે ખાસ્સી ચર્ચા જગાવી હતી અને સિદ્ધાર્થનું અચાનક અવસાન થતાં લોકોએ તેને સિદ્ધાર્થની એક્સ તરીકે ઓળખાવી હતી. આ વિશે શહેનાઝે કહ્યું હતું કે, હું મારી ઓળખ બદલવા ઈચ્છું છું અને મારા નામથી ઓળખાવા માગુ છું. લોકોએ જે રીતે મને પ્રેમ આપ્યો છે અને કેટરીના સાથે સરખાવી છે તે મારા માટે બહુ મોટી વાત છે પણ હું મારા નામથી આગળ વધવા ઈચ્છું છું અને બોલિવૂડમાં સલમાન ખાનની ફિલ્મની સાથે આગામી અનેક પ્રોજેક્ટ્‌સમાં ટૂંક સમયમાં જ હું નજર આવવાની છું. અત્યારસુધી મને ખૂબ જ પ્રેમ મળ્યો છે અને ઓડિયન્સ મને જરૂર સ્વિકારશે તેવી મને આશા છે.

Page-43.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *