મુંબઈ
આઈપીએલના મેગા ઓક્શન પહેલા એ તમામ ખેલાડીઓની યાદી બહાર પાડવામાં આવી છે, જેમની આ વખતે બોલી લગાવવામાં આવનાર છે. ૫૯૦ ક્રિકેટરોની યાદી જાહેર કરી છે. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ વખતે મેગા ઓક્શન છે. આ વખતે ૫૯૦ ક્રિકેટરો પર બોલી લગાવવામાં આવી રહી છે, જેમાંથી ૨૨૮ કેપ્ડ પ્લેયર્સ છે, જ્યારે ૩૫૫ અનકેપ્ડ પ્લેયર્સ છે, આ સિવાય ૭ ખેલાડીઓ એસોસિયેટ નેશનમાંથી પણ છે. જાે વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો આ વખતે ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, કાગીસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડી કોક, જાેની બેરસ્ટો, જેસન હોલ્ડર, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન, વાનિંદુ હસરાંગા સહિત અન્ય ખેલાડીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતની મેગા ઓક્શનમાં આવા કુલ ૪૮ ખેલાડીઓ છે, જેની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા છે. જ્યારે ૨૦ ખેલાડીઓ એવા છે જે ૧.૫ કરોડ રૂપિયાના બ્રેકેટમાં આવે છે. તેમજ ૩૪ ખેલાડીઓના નામ ૧ કરોડની મૂળ કિંમતમાં છે. આ વખતે હરાજીમાં કુલ ૩૭૦ ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જ્યારે ૨૨૦ વિદેશી ખેલાડીઓ સામેલ છે.


