મુંબઈ
આઈપીએલ ૨૦૨૨માં ૩૦ મેચ પૂરી થઈ ગઈ છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ ટોચ પર છે. આઈપીએલની ૬ મેચમાં ૫ જીત સાથે ગુજરાતની ટીમના ૧૦ પોઈન્ટ છે. ગુજરાત ૮-૮ પોઈન્ટ પર ૪-૪ જીત સાથે ચાર ટીમો (ઇઇ, ન્જીય્, ઇઝ્રમ્ અને જીઇૐ) પછી આવે છે. રાજસ્થાનના ખેલાડીઓએ પર્પલ અને ઓરેન્જ કેપ જાળવી રાખી છે. આરઆરનો યુઝવેન્દ્ર ચહલ આ સિઝનમાં ૧૭ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. રાજસ્થાન રોયલ્સના ઓપનર જાેસ બટલર આ સિઝનના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ટોચ પર યથાવત છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ગુજરાત ટાઈટન્સ ૬ મેચમાં ૫ જીત્યું છે અને એક મેચ હાર્યું છે. ૧૦ પોઇન્ટ સાથે આ ટીમ ટોચ પર છે. રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તમામના ૮-૮ પોઇન્ટ છે અને પોઇન્ટ ટેબલમાં નેટ રનરેટના આધારે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાચમાં ક્રમે છે. ચેન્નઇ સુપર કિંગ્સ ૬ માંથી ૧ જીત અને ૫ હાર સાથે પોઇન્ટ ટેબલમાં નવમાં અને મુંબઈ ઈન્ડિયન્સ સળંગ છ હાર સાથે દસમાં અને અંતિમ ક્રમે છે. રાજસ્થાન રોયલ્સનો જાેસ બટલર ૬ મેચમાં ૩૭૫ રન સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે. શ્રેયસ ઐય્યર ૭ મેચમાં ૨૩૬ રન સાથે બીજા અને કેએલ રાહુલ ૬ મેચમાં ૨૩૫ રન સાથે ત્રીજા ક્રમે છે. રાજસ્થાન રોયલ્સના યુઝવેંદ્ર ચહલે ગઈકાલે કોલકાતા સામે હેટ્રિક સહિત પાંચ વિકેટ લીધી હતી. ૬ મેચમાં ૧૭ વિકેટ સાથે તે પ્રથમ ક્રમે છે. ટી નટરાજન ૬ મેચમાં ૧૨ વિકેટ સાથે બીજા અને કુલદીપ યાદવ ૫ મેચમાં ૧૧ વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.
