Maharashtra

આલિયા ભટ્ટે પ્રગ્નેન્સીમાં શૂટ કર્યા એક્શન સીન્સ

મુંબઈ
બોલીવુડ ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં તેની અપકમિંગ હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જેની જાણકારી એક્ટ્રેસે સેટ પરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જાેકે, આ તસવીરોમાં એક્ટ્રેસનો બેબી બમ્પ જાેવા મળી રહ્યો હતો. હવે આ ફિલ્મના સેટની અન્ય કેટલીક તસવીરો ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહ્યી છે. જ્યાં એક્ટ્રેસ તેના બેબી બમ્પ સાથે ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની શૂટિંગ કરતી જાેવા મળી રહી છે. અહીં જુઓ વાયરલ થયેલી આલીયા ભટ્ટની બેબી બમ્પની તસવીર. એક્ટ્રેસ આલિયા ભટ્ટ બેબી બમ્પ સાથે ધમાકેદા એક્શન સીન્સ શૂટ કરતી જાેવા મળી રહી છે. થોડા દિવસો પહેલા જ એક્ટ્રેસે તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. જે બાદ ફિલ્મ સ્ટાર એક્ટ્રેસ આલિયા ભટ્ટને અભિનંદન પાઠવતા જાેવા મળ્યા. હવે એક્ટ્રેસનો બેબી બમ્પ સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે. એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે ૧૪ એપ્રિલના દિવસે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્ન એક્ટ્રેસે તેના અને રણબીર કપૂરના ઘરમાં કર્યા હતા. લાગે છે કે આલિયા ભટ્ટ અન્ય ફિલ્મ એક્ટ્રેસ માટે એક ઉદાહરણ રજૂ કરવા જઈ રહી છે. એક્ટ્રેસે તેની આ હોલીવુડ ફિલ્મ માટે મુશ્કેલ સીન્સ પ્રેગ્નેંસીની હાલતમાં શૂટ કર્યા છે. એક્ટ્રેસ આલિયા ભટ્ટ વંડર વુમન ફેમ એક્ટ્રેસ ગેલ ગેડોટ સાથે તેની પહેલી હોલીવુડ ફિલ્મ લઇને દર્શકો વચ્ચે પહોંચી રહી છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *