Maharashtra

એક્ટર કમાલ ખાને સમાંથા અને નાગા ચૈતન્યના છુટાછેડાનું કારણ આમિર ખાનને ગણાવ્યો

મુંબઈ
બોલિવૂડ એક્ટર કમાલ આર ખાને આમિર ખાન પર સમાંથા રૂથ પ્રભુ અને નાગ ચૈતન્યને અલગ કરવાનો આરોપ લગાવ્યો છે. કમાલ આર ખાને આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્‌ઢાને લઈ ટિ્‌વટ કરતા લખ્યું, નાગ ચૈતન્યે પોતાના એક ડાયરેક્ટર મિત્રને કહ્યું કે તેને આ ફિલ્મ (લાલ સિંહ ચડ્‌ઢા) કરીને પસ્તાવો થઈ રહ્યો છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આટલી ખરાબ હાલત થશે, પરંતુ હવે હું આ ફિલ્મને સારી કહેવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. માત્ર એટલું જ નહીં કમાલ ખાને આમિર ખાનને ચૈતન્ય અને સમાંથાના છૂટાછેડાનું કારણ જણાવતા લખ્યું, હવે મને આખી કહાની ખબર પડી ગઈ છે કે કેવી રીતે આમિર ખાને નાગ ચૈતન્યને તેની પત્ની સમાંથાને છૂટાછેડા માટે મનાવ્યો હતો. એટલે કે તેનું દિલ ઘણું ખરાબ છે. એટલા માટે આવી વ્યક્તિની ફિલ્મો ન ચાલે. કમાલ આર ખાનની આ ટિ્‌વટ ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે. સમાંથા અને નાગા ચૈતન્યએ વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ ૨૦૨૧માં બંને એકબીજાથી અલગ થઈ ગયા. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને છૂટાછેડાની જાણકારી આપી હતી. તાજેતરમાં કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણ દરમિયાન પણ સમાંથાએ પોતાના છૂટાછેડા વિશે ખુલીને વાત કરી હતી.બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્‌ઢા’ના કારણે ચર્ચમાં છે. ટોમ હેંક્સની ફોરેસ્ટ ગંપની ફિલ્મની હિન્દી રિમેક લાલ સિંહ ચડ્‌ઢા આ વર્ષે ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે. આમિરની આ ફિલ્મમાં કરિના કપૂરની સાથે સાઉથ એક્ટર નાગ ચૈતન્ય પણ લીડ રોલમાં જાેવા મળશે. ફિલ્મમાં ચૈતન્ય એક આર્મી મેનેજરની ભૂમિકામાં જાેવા મળશે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *