Maharashtra

કરણ જાેહરની ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને રશ્મિકા જાેવા મળશે

મુંબઈ
ટાઈગર શ્રોફને ધર્મા પ્રોડક્શનની બીજી ફિલ્મ મળી છે. એક્શન પેક્ડ એન્ટરટેઈનર માટે ટાઈગર અને ડિરેક્ટર શશાંક ખૈતાને તૈયારીઓ શરૂ કરી છે. ફિલ્મના એનાઉન્સમેન્ટનો વીડિયો પણ તેમણે બનાવ્યો છે, જે હજુ રિલિઝ થયો નથી. ટાઈગરની સાથે લીડ રોલમાં રશ્મિકા મંદાના ફાઈનલ થઈ છે. ફિલ્મમાં ફ્રેશ પેરને લેવાની શશાંકની ઈચ્છા હતી અને તેથી નવી જાેડી અને જાણીતા નામની આ ફોર્મ્યુલા તેમણે અપનાવી હતી. ટાઈગર શ્રોફ હોય એટલે ફિલ્મમાં એક્શન સીક્વન્સ ભરપૂર રહેવાના. ફિલ્મના ફાઈટ સીન્સને ભારત ઉપરાંત ફોરેન લોકેશન પર પણ શૂટ કરવામાં આવશે. આ ફિલ્મમાં ટાઈગરે અગાઉ ક્યારેય નથી કરી, તેવી એક્શન બતાવવાનો પ્લાન છે. ફિલ્મમાં ટાઈગર અને રશ્મિકાના કેરેક્ટર કે સ્ટોરી અંગે જાણકારી બહાર આવી નથી. પુષ્પાના કારણે દેશભરમાં જાણીતી બનેલી રશ્મિકા મંદાના પાછલા કેટલાક સમયથી કરણ જાેહરની ઓફિસના ચક્કર મારતી હતી. આખરે તમામ અટકળો સાચી પડી છે અને રશ્મિકાને કરણ જાેહરની પહેલી ફિલ્મમાં પહેલો ચાન્સ મળ્યો છે. રશ્મિકાએ આગામી સમયમાં પુષ્પાની સીક્વલ તથા શશાંક ખૈતાનની અનામી ફિલ્મનું શૂટિંગ કરવાનું છે. ટાઈગર શ્રોફે ગણપતનું શૂટિંગ પૂરું કર્યું છે, જે ડિસેમ્બરમાં રિલિઝ થવાની છે. હોલિવૂડ ફિલ્મ રેમ્બોની રીમેક માટે ટાઈગર અને રોહિત ધવન પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત બડે મિયાં છોટે મિયાં પણ લાઈન અપ થયેલી છે. પુષ્પા ઉપરાંત રશ્મિકા પાસે પણ બિગ બેનર ફિલ્મો છે. અમિતાભ બચ્ચન સાથે ગુડ બાય અને સિદ્ધાર્થ મલહોત્રા સાથે મિશન મંજૂમાં તે જાેવા મળશે. ટાઈગર અને રશ્મિકા પાસે હાલ ઘણાં બધાં પ્રોજેક્ટ્‌સ છે, પરંતુ તેઓ પહેલી વાર સાથે કોઈ ફિલ્મમાં જાેવા મળશે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *