International

ભારતમાં થોર ઃ લવ એન્ડ થન્ડર રિલીઝના પહેલા દિવસે જ ૧૮.૬૦ કરોડનું કલેકશન

વોશિંગ્ટન
બોક્સ ઓફિસ પર હિન્દી ફિલ્મોના દબદબાને તોડવામાં સાઉથની ફિલ્મોને સફળતા મળવાની સાથે હોલિવૂડ ફિલ્મોએ પણ પોતાનો જાદુ ટકાવી રાખ્યો છે. હિન્દી ફિલ્મોની જેમ હોલિવૂડની ફિલ્મોને ધમાકેદાર ઓપનિંગ મળતું હોય છે. થોરઃ લવ એન્ડ થન્ડર થીયેટરમાં રિલિઝ થઈ હતી. તેણે પહેલા દિવસે જ રૂ.૧૮.૬૦ કરોડનું કલેક્શન મેળવ્યું છે. આ સાથે ઓપનિંગ ડે પર સૌથી વધુ કલેક્શન મેળવનારી પાંચ હોલિવૂડ ફિલ્મોમાં તેણે સ્થાન જમાવ્યું છે. ૨૦૧૯ના વર્ષમાં રિલિઝ થયેલી એવેન્જર્સ એન્ડ ગેમે પહેલા દિવસે ૫૩.૧૦ કરોડની આવક કરી હતી. લિસ્ટમાં બીજા નંબરે સ્પાઈડર મેન નો વે હોમ છે. ૨૦૨૧માં રિલિઝ થયેલી આ ફિલ્મને પહેલા દિવસે ૩૨.૬૭ કરોડનો બિઝનેસ મળ્યો હતો. ૨૦૧૮માં આવેલી ફિલ્મ એવેન્જર્સ ઈન્ફિટી વોર ત્રીજા સ્થાને છે. તેને ઓપનિંગ ડે પર ૩૧.૩૦ કરોડનું કલેક્શન મળ્યું હતું. ૨૦૨૨માં રિલિઝ થયેલી ડૉક્ટર સ્ટ્રેન્જ ૨ને પહેલા દિવસે ૨૭.૫૦ કરોડ અને ૨૦૨૨માં રિલિઝ થયેલી થોરઃ લવ એન્ડ થન્ડરને ૧૮.૬૦ કરોડ મળ્યા હતા. લિસ્ટમાં પાંચમા નંબરે ૨૦૧૭ની ફિલ્મ થોરઃરગ્નારોક છે, જેણે રૂ.૭.૭૭ કરોડનો બિઝનેસ કર્યો હતો.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *