Maharashtra

કરિયરમાં ઘણા બધા વિલન રહ્યા ઃ હરભજનસિંહ

મુંબઈ
હરભજન ભજ્જી એ ક્રિકેટને અલવિદા કહેવા સાથે જ ચર્ચાઓ જગાવી દીધી છે. મહેન્દ્રસિંહ ધોની તરફ આરોપ લગાવતા નિવેદન કર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ બોર્ડના માટે આરોપ લગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજજબ હરભજન સિંહે કહ્યુ હતુ કે, તે સમયે બીસીસીઆઇના કેટલાક અધિકારીઓ નહોતા ઇચ્છતા કે મારી ટીમ ઇન્ડિયામાં વાપસી થાય. તે વખતે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન હતો અને તેણે પણ અધિકારીઓને સપોર્ટ કર્યો હતો. જાે મારી બાયોપિક ફિલ્મ અથવા વેબ સિરીઝ બને છે તો, તેમાં એક નહી પણ અનેક બધા વિલન હશે.દિગ્ગજ પૂર્વ ભારતીય સ્પિનરે કહ્યુ કે ત્યારે મહેન્દ્રસિંહ ધોની ટીમનો કેપ્ટન હતો અને મારુ માનવુ છે કે આ બધી બાબતો ધોનીના માથા પરથી જઇ રહી હશે. જેમાં કેટલાક બીસીસીઆઇ ના અધિકારીઓ મળેલા હતા. જે નહોતા ઇચ્છતા કે હું આગળ રમુ અને કેપ્ટને પણ તેમને સપોર્ટ કર્યો હતો. જાેકે કેપ્ટન, કોચ અથવા ટીમ ક્યારેય બીસીસીઆઇ થી મોટા નથી હોતા. ધોનીને અન્ય ખેલાડીઓના પ્રમાણમાં વધુ અને વધારે સારી રીતે સપોર્ટ મળ્યો હતો. જાે આવો સપોર્ટ અન્ય કોઇ ખેલાડીને મળ્યો હોત તો તે પણ વધારે સારી રમત દર્શાવી શક્યો હોત. એવુ તો હતુ નહી કે અન્ય ખેલાડીઓ બોલને સ્વિંગ કરાવવાનુ કે બેટ ચલાવવાનુ ભૂલી ગયા હતા. દરેક ખેલાડીનુ સપનુ હોય છે કે, ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને નિવૃત્તી લે, જાેકે આમ બધા ખેલાડીઓની સાથે નથી થતુ હોતુ. તમે વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ જેવા અનેક ખેલાડીઓને ઉદાહરણના રુપમાં જાેઇ શકો છો. ૨૩ વર્ષની કરિયરમાં હરભજન સિંહે ૧૦૩ ટેસ્ટ મેચ રમીને ૪૧૭ વિકેટ ઝડપી હતી અને ૨૩૬ વન ડે મેચમાં ૨૯ વિકેટ ઝડપી હતી. તેમજ ટી૨૦ ફોર્મેટમાં તેણે ૨૫ વિકેટ મેળવી હતી.રિપોર્ટનુસાર ભજ્જી કહ્યુ કે, મારુ નસીબ હંમેશા મારી સાથે રહ્યુ હતુ. ફક્ત કેટલાક બહારના તત્વો જ હતા જે મારા પક્ષમાં નહોતા. કહી શકાય કે તેઓ પુરી રીતે મારા વિરોધમાં હતો. જેનુ કારણ હતુ કે જે રીતે હું બોલીંગ કરી રહ્યો હતો અને શાનદાર રીતે આગળ વધી રહ્યો હતો. હું ૩૧ વર્ષનો હતો અને ત્યારે મેં ૪૦૦ વિકેટ મેળવી લીધી હતી. ત્યારે મારા મગજમાં વધુ ૪-૫ વર્ષ ક્રિકેટ રમવાનો વિચાર ચાલી રહ્યો હતો. જાે એમ જ થયુ હોત તો હું ૧૦૦-૧૫૦ વિકેટ વધુ લઇ શક્યો હતો.આગળ એ પણ કહ્યુ હતુ કે તેના કરિયર પર એક બાયોપિક ફિલ્મ કે વેબ સિરીઝ બને. જેથી લોકો મારા પક્ષને જાેઇ શકે. મે કરિયરમાં શુ કર્યુ અને બાકીના લોકોએ મારી સાથે શુ કર્યુ તે પણ જાેઇ શકશે. હું નહી કહી શકુ કે મારી બાયોપિકમાં કોણ વિલન હોઇ શકે છે. જાેકે આ બાયોપિકમાં એક નહી અનેક વિલન હશે.હરભજન સિંહે નવા વર્ષની શરુઆત ધમાલ સાથે કરી દીધી છે! નવા વર્ષની શરુઆતે જ તેણે મ્ઝ્રઝ્રૈં ના કેટલાક અધિકારીઓ પર નિશાન તાક્યુ છે. તેણે પોતાના કરિયર માટે અવરોધ રુપ બાબતોને લઇને આ ગંભીર આરોપો લગાવ્યા છે. આ પહેલા હરભજન સિંહે આંતરાષ્ટ્રિય ક્રિકેટમાંથી વિદાય લેતા ધોની પર આરોપ લગાવ્યા હતા.

Harbhajan-Singh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *