Maharashtra

કોઈના જવાથી શો બંધ નહીં થઈ જાય ઃ અસિત મોદી

મુંબઈ
ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ તાજેતરમાં શોની કાસ્ટમાં થયેલા ફેરફાર વિશે પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર ્‌સ્ર્દ્ભંઝ્રના ફેન પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં અસિત કહેતા જાેવા મળી રહ્યા છે કે તેો પોતાના શોમાં જૂની કાસ્ટને પાછી લાવવા માગે છે, પરંતુ કેટલાક લોકો પાછા આવવા નથી માગતા. અસિતે વીડિયોમાં કહ્યું, મેં પહેલાં પણ કહ્યું છે, હું બધાને જાેડીને રાખવા માગુ છું. જાે કોઈ આવવા જ ન માગતુ હોય અને તેનું પેટ ભરાય ગયું હોય અને તેમને લાગતું હોય કે તેમને ઘણું બધું કરી લીધું છે અને કંઈક કરવું જાેઈએ. માત્ર ‘તારક મહેતા..’ સુધી સીમિત રહેવું જાેઈએ નહીં. જેમને આમ લાગે છે અને તેઓ સમજવા તૈયાર નથી તો પણ હું તેમને ફરી એકવાર કહીશ કે બીજીવાર વિચારો-સમજાે, પરંતુ તો પણ તેઓ આવવા ના માગતા હોય તો શો અટકશે નહીં. અસિતે વધુમાં કહ્યું, જે લોકો નહીં આવે તો શો અટકશે નહીં. નવા તારક મહેતા આવશે તોય આનંદ થશે. જૂના તારક મહેતા આવશે તો પણ આનંદ થશે. મારું એક જ લક્ષ્ય છે કે મારા દર્શકોના ચહેરા પર હાસ્ય રહેવું જાેઈએ.’ અસિત મોદી મહિનામાં શૈલેષ લોઢાને ૧૫ દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જાે તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે. રાજે જણાવ્યું હતું, મારા ફેન્સ, ઓડિયન્સ અને વેલ વિશર્સને સારી રીતે ખબર છે કે હું સસ્પેન્સ ક્રિએટ કરવા માટે માહિર છું. યોગ્ય સમય આવશે ત્યારે બધાને ખબર પડી જશે.

File-01-Page-46.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *