Maharashtra

હાથકડી પહેરાવી પોલીસે જેઠાલાલની કરી ધરપકડ

મુંબઈ
પોપટલાલના દાગીનાના કિસ્સાએ માત્ર ગોકુલધામ વાસીઓને જ નહીં પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ દર્શકોને મૂંઝવણમાં મુકી દીધા હતા. ભાઈ… આખરે પોપટલાલના દાગીના ગયા તો ગયા ક્યાં… આ વિચારથી સૌ કોઈ પરેશાન હતા. ડબ્બો તો મળ્યો પરંતુ તે ખાલી નીકળ્યો. જે જાેઇને ભિડેના હોશ ઉડી ગયા હતા અને બીજી સૌથી ખરાબ વાત એ થઈ કે દાગીના જેઠાલાલના ઘરમાંથી મળ્યા તે પણ બાપુજીના કબાટમાંથી. ત્યારબાદ આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ચોરી જેઠાલાલે કરી હતી અને તેમની જેલ જવાની સંપૂર્ણ તૈયારી પણ કરી દેવામાં આવી હતી. હાથકડી પહેરાવામાં આવી અને ગોકુલધામ વાસીઓ જેઠાલાલને કોસવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ તે સમયે બાપુજી કોઈ મસીહાની જેમ આવ્યા અને જેઠાલાલને બચાવી લીધા. ખરેખરમાં જે આરોપ જેઠાલાલ પર લાગ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી તે ચોરી તેમણે કરી જ નથી. દાગીના તેમના ઘરમાં જ છે આ વાતથી તેઓ અજાણ હતા. કેમ કે, દાગીના બાપુજીએ જેઠાલલાથી સંતાડીને મુક્યા હતા. જ્યારે ભિડે જેઠાલાલને દાગીના આપીને ગયા ત્યારે જેઠાલાલે દાગીનાનો ડબ્બો ટેબલ પર ખુલ્લો મુકી દીધો હતો. જે જાેઇ બાપુજી સમજી ગયા હતા કે જેઠિયો ઘણ બેદરકાર થઈ ગયો છે. જે બાદ જેઠાલાલને પાઠ ભણાવવા માટે બાપુજીએ દાગીના કાઢી લીધા અને ડબ્બો બંધ કરી ત્યાં જ મુકી દીધો. એટલે કે દાગીનાનો ખાલી ડબ્બો જ આખા ગોકુલધામમાં ફરતો રહ્યો. પોલીસ જ્યારે જેઠાલાલની ધરપકડ કરીને લઈ જઈ રહ્યા હતા. તે સમયે છેલ્લી ઘડીએ આવીને બાપુજીએ જેઠાલાલને બચાવી લીધા. આ મામલે બાપુજીએ સમગ્ર ઘટના ઇન્સ્પેક્ટરન ચુલબુલ પાંડેને જણાવી હતી. જે બાદ ચુલબુલ પાંડેએ જેઠાલાલને નિર્દોષ માની દાગીના ભિડેને સોંપ્યા હતા. ત્યારે બીજા દિવસે પોપટલાલ ભિડે પાસે પહોંચ્યા અને ભીડેએ બધા દાગીના તેમને પાછા સોંપ્યા હતા.

File-01-Page-45.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *