મુંબઈ
જેસન રોયની વિદાય ગુજરાત ટાઇટન્સ માટે મોટો આંચકો હશે. તેની પાસે ઓપનર તરીકે વધુ વિકલ્પ પણ નથી. શુભમન ગિલના પાર્ટનર તરીકે કોનો સમાવેશ થાય છે તે જાેવાનું રહેશે. જેસન રોય માટે ગુજરાત ટાઇટન્સ ૈંઁન્ ની ચોથી ટીમ હતી. અગાઉ તે ૨૦૧૭માં ગુજરાત લાયન્સ, ૨૦૧૮માં દિલ્હી ડેરડેવિલ્સ અને ૨૦૨૧માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. રોય ૈંઁન્ ૨૦૨૧ માં વેચાયો ન હતો પરંતુ મિશેલ માર્શ ઘાયલ થતાં હૈદરાબાદ ની ટીમ દ્વારા તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આઈપીએલમાં અત્યાર સુધી જેસન રોયે ૧૩ મેચમાં ૨૯.૯૦ ની એવરેજ અને ૧૨૯.૦૧ની સ્ટ્રાઈક રેટથી ૩૨૯ રન બનાવ્યા છે. તેના નામે બે અડધી સદી છે, જે તેણે દિલ્હી અને હૈદરાબાદ માટે ફટકારી હતી. આ ૩૧ વર્ષીય ઇંગ્લિશ ખેલાડીએ તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગ ૨૦૨૨માં સારું પ્રદર્શન કર્યું હતું. અહીં તેણે છ મેચ રમી અને ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમનો ભાગ હતો. ઁજીન્ માં જેસન રોયે ૫૦.૫૦ ની એવરેજ અને ૧૭૦.૨૨ની સ્ટ્રાઈક રેટથી ૩૦૩ રન બનાવ્યા હતા. આ વખતે આઈપીએલ ૧૦ ટીમોની ટુર્નામેન્ટ હશે અને તેની લીગ મેચો મુંબઈ અને પુણેમાં રમાશે. લીગ તબક્કામાં કુલ ૭૦ મેચો રમાવાની છે અને આ ટુર્નામેન્ટ લગભગ બે મહિના સુધી ચાલશે. ૈંઁન્ ૨૬ માર્ચથી શરૂ થવાની છે અને ૨૯ મેના રોજ ફાઇનલ રમાશે.ઈંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયે આઈપીએલ ૨૦૨૨માંથી ખસી ગયો છે. તે ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો. જેસન રોયે લાંબા સમય બાયો બબલમાં રહેવાના પડકારને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લીધો હતો. તેણે ગયા અઠવાડિયે અમદાવાદની ફ્રેન્ચાઈઝીને આ માહિતી આપી હતી. જાે કે ગુજરાત ટાઇટન્સે હજુ તેના સ્થાનની જાહેરાત કરી નથી. આઈપીએલ ૨૦૨૨ની હરાજીમાં ગુજરાતે જેસન રોયને ૨ કરોડ રૂપિયાની મૂળ કિંમતે પોતાની સાથે લીધો હતો. આ બીજી વખત છે જ્યારે જેસન રોય આઈપીએલ માંથી ખસી ગયો છે. આ પહેલા પણ તે અંગત કારણ દર્શાવીને હટી ગયો હતો.
