Maharashtra

‘ટપુ’ અને ‘તારક મહેતા’ એ સિરિયલનો સાથ છોડ્યો

મુંબઈ
થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢા આ શોમાં જાેવા મળશે નહીં. જાેકે હજી સુધી પ્રોડ્યુસર કે એક્ટરે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. રિપોર્ટના અનુસાર, હવે એવી વાત સામે આવી છે કે સિરિયલમાં તારક મહેતાના રોલમાં શૈલેષ લોઢા હવે ક્યારેય જાેવા મળશે નહીં. જાે કે એપિસોડના અંતમાં આવતા પોતાના મોનોલોગ માટે તે અત્યારે પણ શૂટ કરી રહ્યો છે. ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં ૧૪ વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. પ્રોડ્યુસર અસિત મોદીએ સિરિયલના કલાકારો માટે એક નિયમ રાખ્યો છે. આ નિયમ હવે કલાકારોને અકળાવી રહ્યો છે. આ જ નિયમને કારણે સિરિયલના બે કલાકારે શો છોડી દીધો છે. કોન્ટ્રાક્ટના હિસાબથી તારક મહેકા કા ઉલ્ટા ચશ્માના એક્ટર્સ જ્યાં સુધી શો કરી રહ્યા છે તેઓ કોઈ બીજું કામ નહીં કરી શકે, પછી ભલે મહિનાના ૧૭ દિવસ ખાલ બેસી રહેવું પડે. આ કારણે ઘણા એક્ટર્સ શોથી ખુશ નહોતા અને કેટલાકે શો છોડી દીધો. મહિનામાં શૈલેષ લોઢાને ૧૫ દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જાે તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કોન્ટ્રાક્ટે એવા ઘણા એક્ટર્સ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે, જે શો પછી બાકીના સમયમાં ખાલી નથી બેસવા માગતા. રિપોર્ટ એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટપુની ભૂમિકા કરનાર રાજ અનડકટે પણ આ જ કારણે શો છોડ્યો. તેણે પણ તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા સિવાય સાથે બીજા પ્રોજેક્ટ્‌સ કરવાની માગણી કરી હતી, પરંતુ તેની વિનંતીને નકારી કાઢવામાં આવી. આ જ કારણ છે કે તે હવે એક મ્યુઝિક વીડિયો કરી રહ્યો છે અને કદાચ ટૂંક સમયમાં ફિલ્મોમાં પણ જાેવા મળશે. રાજને પણ શોમાં પરત લાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ એ પ્રયાસો કામ લાગ્યા નહીં.

File-01-Page-30-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *