Maharashtra

દિગ્ગજ અભિનેતા સંજીવકુમારનો જન્મદિવસે જાણો તેમના વિશે

મુંબઈ
હિન્દી સિનેમા જગતના દિગ્ગજ કહેવાતા અભિનેતાઓમાંથી એક એટલે સંજીવ કુમાર. એક એવા અભિનેતા જેણે હીરો, સાઈડ હીરોની સાથે વિલનની ભૂમિકા પણ દમદાર રીતે નિભાવી. સંજીવ કુમારનો જન્મ સુરના જરીવાલા પરિવારમાં ૯ જુલાઈ, ૧૯૩૦ના દિવસે થયો હતો. સંજીવ કુમારનું સાચું નામ હરિહર જરીવાલા હતું. સંજીવ કુમારને બાળપણથી એક્ટિંગમાં રસ હતો અને તેમણે થિયેટર કરવાની શરૂઆત કરી દીધી. તેમની પહેલી ફિલ્મ હમ હિન્દુસ્તાની ૧૯૬૦માં રિલીઝ થઈ હતી. પોતાના અભિનયની સાથે સંજીવ કુમાર લવ અફેર્સના કારણે પણ હંમેશા ચર્ચામાં રહ્યા. સંજીવ કુમારને હેમા માલિની ખૂબ જ પસંદ હતા. આ સંબંધ લગ્નની વેદી સુધી પહોંચવાનો જ હતો. સીતા ઔર ગીતા ફિલ્મના શૂટ દરમિયાન સંજીવ કુમાર અને હેમા માલિની નજીક આવ્યા હતા. સંજીવ કુમાર હેમા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. ચર્ચા તો એવી પણ છે કે, તેઓ પોતાની માતા સાથે મિઠાઈઓ લઈને હેમા માલિનીનો હાથ માંગવા તેમના ઘરે ગયા હતા. જાે કે, તેમણે શરત રાખી હતી કે, લગ્ન બાદ હેમા માલિની ફિલ્મોમાં કામ નહીં કરે. બસ આ જ શરતના કારણે સંજીવ કુમાર અને હેમા માલિની ક્યારેય એક ન થઈ શક્યા.. હેમા માલિની સાથે લગ્ન ન થયા બાદ સંજીવ કુમારે આજીવન લગ્ન ન કર્યા. કહેવામાં તો એવું પણ આવે છે કે, સુલક્ષણા પંડિત સંજીવ કુમારને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ તેના પ્રેમનો સંજીવ કુમારે સ્વીકાર ન કર્યો અને આજીવન કુંવારા જ રહ્યા. સુલક્ષણા પંડિતે પણ ક્યારેય લગ્ન ન કર્યા. બીજી તરફ હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા અને પોતાના એક્ટિંગ કરિયરને પણ ચાલુ જ રાખ્યું. સંજીવ કુમારના જન્મ સ્થાન સુરતે તેમની યાદગીરીને સાચવીને રાખી છે.સુરતમાં સંજીવ કુમાર ઑડિટોરિયમ છે. જેનું ઉદ્ધાટન પીએમ મોદીએ ૨૦૧૪માં કર્યું હતું. પોતાના ઉમદા અભિનય બદલ સંજીવ કુમારને ૨ નેશનલ અને ૩ ફિલ્મફેર અવોર્ડ્‌સ મળ્યા હતા. ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક સંજીવ કુમારે માત્ર ૪૭ વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. જાે કે આજે પણ તેઓ પોતાના અભિનયના માધ્યમથી લોકોના દિલમાં વસે છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *