Maharashtra

નવનીત રાણા વિરુદ્ધ પોલીસ સ્ટેસનમાં વધુ એક હ્લૈંઇ નોંધાઈ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રાજકારણમાં હોબાળો જાેવા મળયો છે. કે જેમાં અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા વિરુદ્ધ વધુ એક એફઆઈઆર દાખલ થઈ છે. તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૫૩ હેઠળ સરકારી કામમાં વિધ્ન નાખવાનો મામલો નોંધાયો છે. નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને આજે કોર્ટમાં હાજર કરાશે. હાલ તેઓ પતિ સાથે કોર્ટ પહોંચી ગયા છે. ખાર પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં આ મામલે ૩ કેસ દાખલ થયા છે. જેમાંથી ૨ નવનીત રાણા વિરુદ્ધ તો ત્રીજાે કેસ ભીડ વિરુદ્ધ નોંધાયો છે. રાણા દંપત્તિની ધરપકડ ધાર્મિક ઉન્માદ ફેલાવવાના આરોપસર થઈ છે. બાન્દ્રા કોર્ટમાં પોલીસ રાણા દંપત્તિની કસ્ટડીની માગણી કરી શકે છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારને પડકારવા માટે રાણા દંપત્તિની કોણ મદદ કરી રહ્યું છે અને આ સિવાય અન્ય અનેક સવાલના જવાબ પોલીસ જાણવા માંગે છે. ખાસ વાત તો એ છે કે રાણાના ખાર સ્થિત ઘરની બહાર હંગામો મચાવનારા સેંકડો શિવસૈનિકોમાંથી કોઈની પણ હજુ સુધી ધરપકડ થઈ નથી. ૬૦૦થી ૭૦૦ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. આઈપીસીની કલમ ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૪૯, ૩૭ (૧) અને ૧૩૫ હેઠળ કેસ દાખલ કરાયો છે. જે ફરિયાદ રાણા દંપત્તિએ ખાર પોલીસ સ્ટેશનમાં લખાવી હતી તે મુજબ તો રાણા દંપત્તિએ તેમાં ફરિયાદકર્તા બનવાનું હતું પણ અહીં તો પોલીસ પોતે જ ફરિયાદકર્તા બની બેઠી છે જ્યારે રાણા દંપત્તિએ તો તેનમા ઘર પર થયેલા હુમલા માટે સીએમ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત અને અનિલ પરબ સહિત ૬૦૦થી ૭૦૦ અજાણ્યા શિવસૈનિકોને દોષિત ગણાવીને લેખિત ફરિયાદ આપી હતી. અત્રે જણાવવાનું કે રાણા દંપત્તિએ શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. જાે કે ત્યારબાદ તેમણે પોતાની આ યોજના રદ પણ કરી હતી. અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના વિધાયક પતિ રવિ રાણા ખાર સ્થિત તેમના ઘરે રોકાયા હતા.

One-More-FIR-Against-Navneet-Rana-At-Khar-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *