Maharashtra

પરિણીતિની આગામી ફિલ્મ ‘કોડ નેમઃ તિરંગા’માં એક સ્પાય મહિલાનું પાત્ર નિભાવશે

મુંબઈ
પરિણીતિ ચોપરાએ તેના કરિયરમાં અનેક સફળ ફિલ્મો આપી છે. પરિણીતિને ડેબ્યૂ સાથે જ અનેક ફિલ્મ મેકર્સે પ્રથમ શ્રેણીની એક્ટ્રેસ માનવામાં આવી હતી પરંતુ એક બાદ એક અચાનક અનેક ફિલ્મો ફ્લોપ આપ્યા બાદ, પરિણીતિ લાઈમલાઈટથી દૂર થઈ ગઈ હતી. પરિણીતિની આગામી ફિલ્મ ‘કોડ નેમઃ તિરંગા’માં એક સ્પાય મહિલાનું પાત્ર નિભાવવાની છે. આ એક્શન થ્રિલર ફિલ્મમાં તેની સાથે હાર્ડી સંધુ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ગત અઠવાડિયે ફિલ્મ ‘કોડ નેમઃ તિરંગા’નું ટીઝર લોન્ચ થયા બાદ, તેની સરખામણી આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સ્ટારર સુપર ડુપર હિટ ફિલ્મ ‘રાઝી’ સાથે થઈ રહી છે કારણકે આ ફિલ્મમાં પણ આલિયાએ સ્પાયનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની કમ્પેરીઝન વિશે પરિણીતિએ કહ્યું હતું કે, મને લાગે છે કે બંને ફિલ્મો વચ્ચે કોઈ સરખામણી થાય તેમ નથી. અમારી ફિલ્મનું સેટઅપ અને સ્ટોરી ‘રાઝી’થી અલગ છે અને તેની સરખામણી કરવી એ ખોટી વાત છે. ‘કોડ નેમઃ તિરંગા’માં હું પહેલેથી જ બહાર છું અને ફિલ્મમાં મારા મિશન પણ અલગ છે. ‘રાઝી’ની વાત કરીએ તો, તે ફિલ્મનો એક એક્ટર અમારી ફિલ્મમાં છે અને એટલે જ અમારા મેકર્સ આ બાબતે સજાગ હતા કે, કોઈ સરખામણી ન થાય તેથી જ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, અમારી ફિલ્મ ઓરીજનલ છે. ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘કોડ નેમઃ તિરંગા’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી ૧૪ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની ટક્કર ૧૪ ઓક્ટોબરે જ રિલીઝ થઈ રહેલી આયુષ્માન ખુરાનાની ‘ડોક્ટર જી’ અને ઓસ્કાર માટે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી બનેલી ફિલ્મ ‘છેલ્લો શો’ પણ રિલીઝ થઈ રહી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *