Maharashtra

ફિલ્મ પ્રોજેક્ટ કેના શૂટિંગ દરમ્યાન દીપિકા પાદુકોણની તબિયત બગડી

મુંબઈ
હાલના દિવસોમાં દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે સેટ પર દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રીના હાર્ટ બીટ અચાનક વધી જતાં તે અસ્વસ્થ થઈ રહી હતી અને તેને તાત્કાલિક શહેરની કામીનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. દીપિકા પાદુકોણને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. સારવાર પછી તરત જ, દીપિકા અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ કરવા સેટ પર પાછી ફરી. પ્રોજેક્ટ કેના શૂટિંગ દરમિયાન સેટ પર દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડવા લાગી હતી. તેણી ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી અને ત્યારબાદ તેને હૈદરાબાદની કામીનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ દીપિકા પાદુકોણના તમામ ટેસ્ટ અને તપાસ કરી હતી. અહીં જણાવવામાં આવ્યું હતું કે, અભિનેત્રીના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેને તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં આવી હતી અને જ્યારે દીપિકા થોડી આરામદાયક લાગવા લાગી ત્યારે તેને રજા આપવામાં આવી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે, દીપિકા પાદુકોણ ફરીથી સેટ પર પાછી આવી છે, જ્યારે કેટલાક સૂત્રોનું કહેવું છે કે, દીપિકા પાદુકોણ નાદુરસ્ત તબિયતના કારણે મુંબઈ પરત આવી શકે છે. જાેકે હૈદરાબાદમાં દીપિકા પાદુકોણના પિતાનું ઘર પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, દીપિકા પાદુકોણ હવે સ્વસ્થ છે. હાલમાં જ દીપિકા પાદુકોણે તેની પઠાણ અને ફાઈટર જેવી ફિલ્મો માટે શૂટિંગ કરી રહી છે. આ દિવસોમાં તે અમિતાભ બચ્ચન સાથે મેગા બજેટ ફિલ્મ પ્રોજેક્ટ કેના શૂટિંગ માટે હૈદરાબાદમાં હતી. આ ફિલ્મમાં પ્રભાસ પણ જાેવા મળશે. આ ફિલ્મનું મુહૂર્ત ગુરુ પૂર્ણિમાના અવસર પર થયું હતું.

Entertainment-Deepika-Padukon.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *