Maharashtra

બોલિવૂડના કોરિયોગ્રાફર પુનિત પાઠકએ સોશિયલ મિડીયા પર વીડિયો શેર કર્યો

મુંબઈ
બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર પુનીત પાઠક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતા જાેવા મળે છે. તાજેતરમાં કોરિયોગ્રાફર પુનીતે એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેણે લગ્ન પહેલા અને બાદની સ્થિતિ દર્શાવી છે. વીડિયોમાં ડાન્સર ઘરનુ કામ કરતા જાેવા મળી રહ્યા છે. આ રમુજી વીડિયો હાલ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. પુનીત અને નિધિની લવસ્ટોરીની વાત કરીએ તો બંને પહેલીવાર ‘ઝલક દિખલા જા’ના સેટ પર મળ્યા હતા. અહીંથી બંને વચ્ચે નિકટતા વધી હતી. બંનેએ વર્ષ ૨૦૨૦માં ઓગસ્ટમાં સગાઈ કરી હતી.પુનીતે જણાવ્યું હતું કે લોકડાઉને બંનેને સમજવા માટે પૂરો સમય આપ્યો, ત્યારબાદ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. પુનીતની કારકિર્દી વિશે વાત કરીએ તો,તેણે ડાન્સ રિયાલિટી શો ડ્ઢૈંડ્ઢથી ડાન્સર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ડ્ઢૈંડ્ઢ સીઝન -૨નો સેકન્ડ રનર અપ પણ રહ્યો છે. તે પછી તેણે ઘણી હિન્દી ફિલ્મો અને ડાન્સ રિયાલિટી શોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું. આટલું જ નહીં પુનીત ‘ખતરોં કે ખિલાડી’નો વિનર પણ રહી ચૂક્યો છે. ડાન્સિંગ સિવાય પુનીતને એક્ટિંગમાં પણ રસ છે. તે રેમો નિર્દેશિત ફિલ્મ ‘છમ્ઝ્રડ્ઢ’, ‘છમ્ઝ્રડ્ઢ ૨’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના સિવાય વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પ્રભુ દેવા જાેવા મળ્યા હતા. ફિલ્મની કહાની ડાન્સ પર આધારિત હતી. આ ફિલ્મ પણ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સામેલ છે.

Punit-pathak.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *