International

જે પરિવારનો ન થયો તે બીજાનો શું થશે ઃ સિદ્ધુની બહેન

અમેરિકા
પંજાબની ૧૧૭ વિધાનસભા સીટો પર ૨૦ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. પંજાબ ચૂંટણીના પરિણામ ૧૦ માર્ચે આવશે. સુમન તૂરે કહ્યું કે જે પરિવારનો ન થયો તે બીજાનો શું થશે. તેણે મિલકત માટે માતાને છોડી દીધી. જેમ જેમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. હવે સ્થિતિ એવી છે કે, વિરોધીઓની સાથે સાથે પોતાના અંગત લોકો પણ ટાર્ગેટ કરી રહ્યા છે. હવે આવી ઘટના પંજાબમાંથી સામે આવી છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુની બહેન સુમન તૂરે પોતાના ભાઈ પર સંપત્તિ કબજાે કરવાનો આરોપ લગાવ્યો છે. તે તો ત્યાં સુધી કહે છે કે પ્રોપર્ટી પર કબજાે કરવા માટે તેણે તેની માતાને બેઘર કરી દીધી. નવજાેત સિદ્ધુની બહેન હોવાનો દાવો કરતી સુમન તૂર અમેરિકામાં રહે છે. તેમણે કહ્યું કે, તેના ભાઈએ ૧૯૮૬માં તેના પિતાના મૃત્યુ બાદ તેની માતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પછી, તેની માતાનું ૧૯૮૯માં દિલ્હી રેલ્વે સ્ટેશન પર લાવારિસ હાલતમાં મૃત્યુ થયું હતું. સુમન તૂરે કહ્યું કે તે નવજાેત સિંહ સિદ્ધુને મળવા તેમના ઘરે ગઈ હતી, પરંતુ કોઈએ ગેટ ન ખોલ્યો. સુમન તૂરે કહ્યું કે તે ૧૯૯૦માં અમેરિકા ચાલી ગઈ હતી. સિદ્ધુએ તેની માતા સાથે ઘણો અન્યાય કર્યો છે. તે સિદ્ધુને કહેવા માગતી હતી કે, સાર્વજનીક રીતે માતા વિશે કહેલી વાતો માટે માફી માગે, પરંતુ તેણે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *