મુંબઈ
ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવીને શ્રેણી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી હતી. આ અંગે તેણે મહત્વનું નિવેદન આપ્યું હતું. રોહિત શર્માએ યુવા ક્રિકેટર રિષભ પંતને લઈને પણ નિવેદન આપ્યું હતું. મેચ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે રિષભ પંત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. વ્યક્તિગત રીતે તેની બેટિંગનો આનંદ માણ્યો હતો. રવિન્દ્ર જાડેજા વિશે રોહિત શર્માએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે અમે તેને બેટ્સમેન તરીકે આગળ વધતો જાેયો છે. તે વધુને વધુ સારુ રમી રહ્યો છે. ૭મા નંબર પર તે બેટિંગને મજબૂત બનાવે છે. શ્રેયસ અય્યર વિશે તેણે કહ્યું કે અય્યરે ટેસ્ટ ક્રિકેટમાં ટી૨૦નું ફોર્મ વધાર્યું છે જ્યાં તે આઉટ પણ થયો ન હતો. તે જાણતો હતો કે હું પૂજારા અને રહાણેની મોટી જગ્યાને ભરી રહ્યો છું. ચોક્કસ તે સારું કરી રહ્યા છે. રિષભ પંત વિશે રોહિત શર્માએ કહ્યું કે તે દરેક ટેસ્ટમાં ખાસ કરીને કન્ડિશનમાં સારો દેખાવ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં તેના માટે વસ્તુઓ પડકારજનક હતી. પરંતુ હવે લાગે છે કે તેણે કેચ અને સ્ટમ્પિંગથી તેનો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો છે. બેંગ્લોરની ધીમી પીચ પર ભારતીય ટીમ પહેલા જ દિવસે આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ૨૫૨ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં મેદાન પર ઉતરેલી શ્રીલંકાની ટીમ ૧૦૯ રનના સામાન્ય સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ૯ વિકેટે ૩૦૩ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ ૨૦૮ રનમાં સમેટાઈ ગઈ હતી.
