મુંબઈ
ફ્રેન્ચાઇઝીએ રાહુલના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ‘પુષ્પા ફિલ્મ’ની સ્ટાઈલમાં કેપ્ટનનો ફોટો શેર કરીને લખ્યું હતું, ‘કેએલ રાહુલ ઝુકેગા નહીં’. ટીમની આ પોસ્ટ બાદ ફેન્સે તેની ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું. ફેન્સે લખ્યું, ‘તો કેવી રીતે સ્વીપ શૉટ મારશે. તે જ સમયે અન્ય એક ચાહકે લખ્યું, ‘ઝુકશે અને ટુક-ટુક પણ કરશે.’ રાહુલ આઈપીએલમાં છેલ્લી બે સિઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. પરંતુ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ રાહુલની કેપ્ટન્સી સારી રહી ન હતી. તેના નેતૃત્વમાં ટીમને દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણીમાં ૦-૩થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ૈંઁન્ ૨૦૨૨ ની તમામ દસ ફ્રેન્ચાઇઝીએ પહેલાથી જ કેટલાક ખેલાડીઓને રિટેન કર્યા છે. તે ખેલાડીઓ રિટેન કર્યા પછી, પંજાબ કિંગ્સ પાસે હજી પણ સૌથી વધુ પૈસા છે, જેની પાસે ખર્ચ કરવા માટે ૭૨ કરોડ છે. પંજાબ કિંગ્સ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે રૂ. ૬૮ કરોડ, રાજસ્થાન રોયલ્સ પાસે રૂ. ૬૨ કરોડ, લખનૌની ટીમ પાસે રૂ. ૫૯ કરોડ અને અમદાવાદ પાસે રૂ. ૫૨ કરોડ છે. આ સિવાય ચેન્નાઈ, કોલકાતા અને મુંબઈએ ૪૮ કરોડમાં ટીમ બનાવવાની છે. તે જ સમયે, દિલ્હીમાં સૌથી ઓછી રકમ ૪૭.૫૦ કરોડ બાકી છે. ૈંઁન્ ૨૦૨૨ની મેગા ઓક્શનના પહેલા દિવસે એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ ૧૬૧ ખેલાડીઓએ બોલી લગાવી હોવાના અહેવાલ છે. હરાજીનું પ્રસારણ ચેનલ પર સવારે ૧૧ વાગ્યાથી શરૂ થશે. જ્યારે ખેલાડીઓની બોલી બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થશે. આ પછી ૧૩ ફેબ્રુઆરીએ પણ ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. મોટાભાગના નવા ચહેરાઓ આ દિવસે દાવ લગાવશે. આ ઉપરાંત, એવા ખેલાડીઓના નામ જેમના પર પ્રથમ દિવસે બોલી નથી લગાવી તેઓ ફરીથી હરાજીમાં આવશે.

