મુંબઈ
એક એક્ટ્રેસ ભલે પરદા પર અને પોતાની સોશિયલ લાઈફમાં હસતી-ખેલતી જાેવા મળે, પરંતુ ઘણી વખત તે પોતાના અંગત જીવનમાં ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થતી હોય છે. જેના વિશે કોઈને ખબર હોતી નથી. દીપિકા પાદુકોણ પણ આઠ-દસ વર્ષ પહેલા આ સમયમાંથી પસાર થઈ ચૂકી છે. જ્યારે તે પોતાના કરિયરમાં ટોપ પર હતી. તેની ફિલ્મો હિટ થઈ રહી હતી. દીપિકા તે મુશ્કેલ દોરમાંથી પસાર થઈ ચૂકી છે અને હવે માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાત મામલે ખુલ્લીને વાત કરે છે. દીપિકા મેન્ટલ હેલ્થ પર લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવે છે. તે પોતે ઙ્મૈદૃી ઙ્મટ્ઠેખ્તર ર્ઙ્મદૃી નામનું ફાઉન્ડેશન ચલાવે છે, જે આ દિશામાં કામ કરે છે અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સમાનો કરતા લોકોની મદદ કરે છે. હાલમાં મુંબઇમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી દીપિકાએ કહ્યું કે, તેના જીવનમાં એવો પણ સમય હતો, જ્યારે તે તેના કરીયરમાં ટોપ પર હતી. તેની પાસે બધુ જ હતું પરંતુ ચેન ન હતો. તે ડિપ્રેશનની શિકાર થઈ ગઈ હતી. તેણે વર્ષ ૨૦૧૪ ને યાદ કરતા કહ્યું કે, હું મારી જાતને એકલી અનુભવી રહી હતી. તેણે કહ્યું કે, તે ઘણા સમય પછી સમજી શકી હતી કે ડિપ્રેશન તેના પર હાવી થઈ ગયું છે. તેણે કહ્યું કે, ત્યારે કોઈ કારણ ન હતું કે, હું નિરાશ-હતાશ થતી. પરંતુ તેમ છતાં ખબર નહીં શું હતું કે હું એકવાર પલગ પર પડ્યા પછી ઉઠવા માંગતી ન હતી. હું માત્ર સુઈ રહેવા માંગતી હતી કેમ કે, મને લાગતું હતું કે, માત્ર આ રીતે હું દુનિયામાં કોઈપણનો સામનો કરવાથી બચી શકું છું. તે એવો સમય હતો જ્યારે મને વારંવાર આત્મહત્યા કરવાનો ખ્યાલ આવતો હતો. દીપિકાએ કહ્યું કે, ખરેખરમાં મારી માતા મને આ સ્થિતિમાં જાેયા બાદ સમજી ગઈ હતી કે મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે અને ડોક્ટરને મળવું જાેઇએ. દીપિકાના જણાવ્યા અનુસાર, મારી હાલત જાેયા બાદ મારી માતાએ મને પૂછ્યું કે શું કોઈ બોયફ્રેન્ડનો મામલો છે અથવા પછી કામમાં કંઇક ગડબડ છે. સામાન્ય રીતે તેઓ આવા સવાલ પૂછતા નથી, પરંતુ ત્યારે એવું કંઈ ન હતું. બસ, મને મારી અંદર એકલતા અનુભવ થતી હતી. ત્યારબાદ અમે અમારા ફેમિલી કાઉન્સલરને મળ્યા. તેમણે કહ્યું કે, મારે સાઈકિએટ્રિસ્ટ પ્રોફેશનલની મદદ લેવાની જરૂર છે અને તે એકદમ સાચું હતું. ઘણા મહિનાઓ સુધી મેં સાઈકિએટ્રિસ સાથે મિટિંગ કરી, દવાઓ લીધી અને ત્યારે તે મુશ્કેલ સમયમાંથી બહાર આવી છું. દીપિકાનું કહેવું છે કે, આપણા સમાજમાં આ વાતને લોકો સારી નથી ગણતા કે તમે કોઈ સાઈકિએટ્રિસ્ટ પાસે તમારી સારવાર કરાવી રહ્યા છો. હુમ મારી દિમાગી હતાશા માટે દવાઓ લેવા માંગતી ન હતી, પરંતુ જ્યારે મેં દવા લેવાનું શરૂં કર્યું, ત્યારે મેં મારી અંદર પરિવર્તનનો અનુભવ કર્યો અને મને ફરીથી બધુ જ સામાન્ય અને સારો અનુભવ થવા લાગ્યો. સત્ય એ છે કે, આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી જાેઇએ અને ડોક્ટરની પાસે જવાથી ગભરાવવું જાેઇએ નહીં.

