Maharashtra

શક્તિમાન બાદ હવે કેપ્ટન વ્યોમ પર ફિલ્મ બનાવાશે

મુંબઈ
૯૦ના દસકાનો સુપરહિટ ટીવી શો શક્તિમાન હવે મોટા પડદા પર આવી રહ્યો છે. ટીવી શોમાં મુકેશ ખન્નાએ શક્તિમાનનો રોલ કર્યો હતો, જ્યારે ફિલ્મમાં શક્તિમાન તરીકે રણવીરસિંહની પસંદગી થઈ છે. શક્તિમાન બાદ ટીવીના ફેમર સુપર હીરો કેપ્ટન વ્યોમ પર ફિલ્મ બનવાની છે. દેશના પહેલા સાયન્સ ફિક્શન સુપર હીરો તરીકે કેપ્ટન વ્યોમને ઓળખવામાં આવે છે. ૨૨ વર્ષ બાદ આ સુપર હીરો મોટા પડદા પર કમબેક કરશે. બ્રુઈંગ થોટ્‌સ પ્રાઈવેટ લિમિટેડ કંપની ટીવીના સુપરહીરોની પાંચ પાર્ટની વેબ સિરિઝ બનાવવા માગે છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે જણાવ્યું હતું કે, કેપ્ટન વ્યોમ મોડર્ન અવતારમાં કમબેક કરશે. ૯૦ના દસકામાં કેતન મહેતાએ બનાવેલા પોપ્યુલર ટીવી શોના રાઈટ્‌સ બ્રુઈંગ થોટ્‌સે ખરીદ્યા છે, જે શક્તિમાન બનાવી રહી છે. તરણ આદર્શે ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, બ્રુઈંગ થોટ્‌સ પ્રોડક્શન હાઉસ પાંચ પાર્ટમાં ફિલ્મ અથવા એમ કહો કે પાંચ પાર્ટની વેબ સિરિઝ બનાવશે. નવા એ લિસ્ટ સ્ટાર્સ અને ટોપના ફિલ્મ મેકર્સ સાથે પ્રોજેક્ટ માટે વાતચીત ચાલી રહી છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ વ્યોમ આગામી વર્ષે થીયેટરમાં જાેવા મળશે. કેપ્ટન વ્યોમનો શો ૧૯૯૮ના વર્ષમાં દૂરદર્શન પર આવતો હતો. તેમાં સુપર હીરોનો રોલ મિલિંદ સોમણે કર્યો હતો. તેમની સાથે કાર્તિકા રાણે, રાહુલ બોઝ અને ટોમ ઓલ્ટર પણ મહત્ત્વની ભૂમિકામાં હતા.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *