Maharashtra

સોશિયલ મિડીયા પર દર્શકોએ અફવા ફેલાવી છે શો ચાલુ છે ઃ મેકર્સ

મુંબઈ
અનુપમામાં જે રીતે અનુજ અને અનુપમાના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે તે તો દર્શકોને દમદાર લાગે છે પરંતુ વનરાજના ગુસ્સાને એટલું પ્રાધાન્ય અપાયું છે તેને જાેઈને દર્શકોને લ્હાય લાગી છે. દર્શકો લાગે છે કે અનુજ અને અનુપમાના લગ્નને કોઈ પણ માથાકૂટ વગર એન્જાેય કરવા માંગે છે પરંતુ વનરાજનું અધિપત્ય જાેઈને અકળાયા છે. આ કારણે સોશિયલ મીડિયા પર ઈંજીર્ંॅઇેૈહૈહખ્તછહેॅટ્ઠદ્બટ્ઠ હેશટેગ પણ વાયરલ થયો અને શોના મેકર્સને દર્શકો સંદેશો આપવા લાગ્યા કે આ રીતે વનરાજના ગુસ્સા પર ફોકસ કરીને મેકર્સ શો બરબાદ કરી રહ્યા છે. દર્શકોની આ નારાજગી મેકર્સ માટે લાલબત્તી સમાન કહી શકાય કારણ કે આ ગુસ્સો ટીઆરપી ઉપર પણ પડ્યો અને શો પહેલા નંબરેથી નીચે સરકી ગયો. જેને કારે અનેક મીડિયા રિપોર્ટ્‌સમાં શો બંધ થવાની અટકળો થઈ રહી હતી. જાે કે આ તમામ મામલે હવે શોના મેકર્સનું પણ રિએક્શન આવી ગયું છે. અમારી સહયોગી સાઈટ બોલીવુડ લાઈફના એક અહેવાલમાં સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મેકર્સ તેનાથી દુઃખી નથી પરંતુ ખુશ છે કારણ કે આ બધુ એક યોજના હેઠળ કરવામાં આવ્યું હતું. કારણ કે મેકર્સ આ પ્રકારના ટ્રેક દ્વારા એવું દેખાડવા માંગતા હતા કે મધ્યમવર્ગના લગ્નમાં બધુ પરફેક્ટ શક્ય હોતું નથી. જે રીતે અન્ય ટીવી સિરીયલોમાં બધુ ભવ્યથી અતિભવ્ય દેખાડવામાં આવે છે તે હકીકતથી ઘણું દૂર હોય છે. અનુપમાની મહેંદીને લઈને પણ યૂઝર્સ ગુસ્સામાં હતાં જે વિશે સૂત્રને ટાંકીને કહેવાયું છે કે બંનેના લગ્ન સામાન્ય રાખવા માંગતા હતા. એટલે લગ્નમાં બહું ભપકો કર્યો નથી. સોશિયલ મીડિયા પર અનુપમાને ટ્રેન્ડ થતી જાેઈને મેકર્સ ખુશ થયા છે. તેમને લાગે છે કે તેમનો પ્લાન કામ કરે છે. દરેક લગ્નની મહેંદી બહુ ખાસ હોતી નથી. એટલે લગ્નના ડિટેલિંગ પર ભાર મૂકાયો છે. જાે કે સીરિયલ અનુપમાની પ્રીક્વલ અનુપમા નમસ્તે અમેરિકાને સોશિયલ મીડિયા પર ખુબ રિસ્પોન્સ મળી રહ્યો છે. જેને કારણે મેકર્સને જે પ્રકારે ટ્રોલિંગ થઈ રહ્યું છે તનાથી કોઈ ખાસ ફરક પડી રહ્યો નથી. બસ હવે જાેવાનું એ રહેશે કે મેકર્સ અનુપમામાં દર્શકોની નારાજગી દૂર કરવા માટે કયો રસપ્રદ વળાંક લાવવાના છે. નાના પડદે ધમાલ મચાવી રહેલા અનુપમા શોમાં હાલ અનેક ઉથલપાથલ જાેવા મળી રહી છે. એક બાજુ જ્યાં અનુપમા અને અનુજના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે ત્યાં બીજી બાજુ બાપુજીની તબિયત ખરાબ જાેવા મળી રહી છે. વનરાજ પણ બાળકોને અનુજની નજીક જતા જાેઈને બળીને ખાખ થઈ ગયેલો બતાવ્યો છે. તો બીજી બાજુ હંમેશા કાવાદાવા કરતી કાવ્યા એકદમ પોઝિટિવ જાેવા મળી રહી છે. જબરદસ્ત ડ્રામા હોવા છતાં આ બધા વચ્ચે કઈક એવું શોમાં ચાલી રહ્યું છે કે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જેની અસર અનુપમાના ટીઆરપી રેટિંગ ઉપર પણ પડી રહી છે. એવી અફવાઓ પણ ઉડી રહી છે કે અનુપમા શો જલદી ઓફ એર થઈ શકે છે. સોશિયલ મીડિયામાં જે રીતે દર્શકો અનુપમા શો માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેને જાેતા આ પ્રકારની અફવાઓ ઉડી રહી છે.

India-TV-Series-Serial-Stop-Anupama-Serial.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *