મહારાષ્ટ્ર
આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ૈંજીૈંજી સાથે સંબંધ હોવાની શંકાના આધારે મહારાષ્ટ્રના પુણેના કોંઢવાથી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સંબંધિત વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા અને તેને કસ્ટડીમાં લીધો. આરોપીઓ પાસેથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજાે મળી આવ્યા છે. ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધ હોવાની શંકાના આધારે પૂણેથી ધરપકડ કરાયેલા શકમંદનું નામ તલ્હા ખાન છે. તે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલા ૈંજીૈંજી આતંકવાદીના સંપર્કમાં હતો. દ્ગૈંછએ સોમવારે સાંજે પૂણેના કોંઢવા સ્થિત એક બિલ્ડિંગમાં રહેતા તલ્હા ખાનના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન દ્ગૈંછએ કેટલાક મહત્વપૂર્ણ કાગળો અને ડિજિટલ સામગ્રી જપ્ત કરી છે. દ્ગૈંછએ તલ્હા ખાનના ઘરેથી મળેલા કાગળો અને ડિજિટલ સામગ્રીને પોતાની કસ્ટડીમાં લીધી છે. તલ્હા ખાન ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન ખુરાસાન ગ્રુપ માટે કામ કરતો હોવાની શંકા છે. આ ધરપકડના સમાચાર સાંભળીને આસપાસના લોકો ગભરાઈ ગયા છે. આ મામલામાં ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ધરપકડ કરાયેલા ચાર પૈકી તલ્હા ખાન નવીલ સિદ્દીકીના સંપર્કમાં હતો. માર્ચ ૨૦૨૦માં દિલ્હીના લોધી કોલોની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ગયા વર્ષે જ એ વાતનો ખુલાસો થયો હતો કે કાશ્મીરમાં રહેતું એક પતિ-પત્ની યુગલ યુવાનોને ૈંજીૈંજી માટે કામ કરવા માટે ઉશ્કેરે છે. જ્યારે આ કાશ્મીરી દંપતીની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે પુણેની એક યુવતી આ બંનેના સંપર્કમાં છે. નબીલ સિદ્દીક ખત્રી આ યુવતીના સંપર્કમાં હતો. હવે એવી માહિતી મળી છે કે તલ્હા ખાન પણ આ નબીલ સિદ્દીક ખત્રીના સંપર્કમાં હતો. તેના આધારે દ્ગૈંછએ તલ્હા ખાનના ઘરે દરોડા પાડીને તેને કસ્ટડીમાં લીધો હતો. આ તપાસ બાદ જણાવવામાં આવી રહ્યું છે કે, દ્ગૈંછ કેટલાક વધુ લોકો સુધી પહોંચી શકે છે. આ ધરપકડ બાદ પુણેમાં એ વાતને લઈને ખળભળાટ મચી ગયો છે કે શહેરમાં ફરી એકવાર ૈંજીૈંજીનો સ્લીપર સેલ સક્રિય થયો છે.


