મુંબઈ
રોહિત શર્માની પ્લેઈંગ ઈલેવનમાં બે લેગ સ્પિનરોનો સમાવેશ કરવાનો છે. પ્રથમ ્૨૦ માં ટીમ ઈન્ડિયાએ યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી હતી. બંને બોલરોએ મળીને વેસ્ટ ઈન્ડિઝને ભારે ઈજા પહોંચાડી હતી. બિશ્નોઈએ ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૨ વિકેટ લીધી હતી. તેણે ચેઝ અને રોવમેન પોવેલની વિકેટ લીધી હતી. ચહલે ૪ ઓવરમાં ૩૪ રન આપ્યા પરંતુ એક વિકેટ પણ તેના નામે આવી. ચહલ અને બિશ્નોઈની જાેડી ખૂબ જ ખતરનાક છે કારણ કે આ બંને બોલર ગમે ત્યારે વિકેટ લેવાની શક્તિ ધરાવે છે. બિશ્નોઈની લાઇન અને લેન્થ બેટ્સમેનને મુક્તપણે રમવાની તક આપતી નથી. જાે પ્રયાસ કરવામાં આવે તો બેટ્સમેનના આઉટ થવાના ચાન્સ વધુ હોય છે. બીજી તરફ ચહલ પોતાની ફ્લાઈટ અને ટર્ન વડે વિરોધી બેટ્સમેનને ઉક્સાવે છે અને વિકેટ માટે વધુ તકો બનાવે છે. જાે આ બંને બોલરો એકસાથે રમે છે તો વચ્ચેની ઓવરોમાં ટીમ ઈન્ડિયા પાસે ૮ ઓવર હશે જ્યાં તે વિકેટ લઈ શકે. મધ્ય ઓવરોમાં નબળી બોલિંગ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનું કારણ બની રહી છે. બિશ્નોઈ અને કુલદીપના આગમનથી આ ખામી દૂર થઈ શકે છે. જણાવી દઈએ કે રિસ્ટ સ્પિનર્સ ્૨૦માં સફળતાની ચાવી છે. ચહલ અને કુલદીપ યાદવની જાેડીએ આવી જ રીતે વિરોધી ટીમોને સ્તબ્ધ કરી દીધા હતા. હવે કુલદીપ યાદવ પહેલા જેવો રંગ નથી, પરંતુ રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલની જાેડી ફરી તે સફળતાનું પુનરાવર્તન કરી શકે છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની ર્ંડ્ઢૈં શ્રેણી જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા નો આગામી ઉદ્દેશ્ય ્૨૦ શ્રેણી પર કબજાે કરવાનો છે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ ૬ વિકેટે જીતી લીધી હતી અને હવે બીજી ્૨૦ જંગ રમાવાની છે. પ્રથમ ટી-૨૦માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી હતી પરંતુ આ જીતથી વધુ કંઈક મળ્યું છે જેનાથી તેમને વર્લ્ડ કપમાં ઘણો ફાયદો થઈ શકે છે. પ્રથમ ્૨૦માં રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં એક એવો પ્રયોગ કર્યો જેના કારણે વેસ્ટ ઈન્ડિઝને ઘૂંટણિયે પડી જવું પડ્યું અને જાે તે આ પ્રયોગને ટીમમાં નિયમિત કરે તો અન્ય ટીમોની પણ આવી જ હાલત થઈ શકે છે.
