Maharashtra

સુસ્મિતા સેને કહ્યું કે, શરત વગરના ઘણાં બધા પ્રેમથી હું ઘેરાયેલી છું. હવે કામ પર પરત ફરી છું

મુંબઈ
સુસ્મિતા સેનના પિતા અને પૂર્વ એરફોર્સ ઓફિસર શુબીર સેને શુક્રવારે જણાવ્યુ હતું કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી. શુક્રવારે સવારે સુસ્મિતા સાથે ફોન પર વાત થઈ હતી, પરંતુ તેણે આ અંગે કંઈ કહ્યું નથી. લલિત મોદીની ટિ્‌વટ બાદ મીડિયા પાસેથી જ માહિતી મળી છે. લલિત મોદી અંગે સુસ્મિતાએ કશું કહ્યં નથી. આ વાત સાચી હોય તો તેનાથી સુસ્મિતાના જીવનમાં મોટો વળાંક આવશે. ભવિષ્યમાં દીકરીના જીવનમાં શું થશે તે જાણવા પોતે ઉત્સુક હોવાનું શુબીર સેને કહ્યું હતું. લલિત મોદી સાથે ડેટિંગના મામલે અચાનક ચર્ચામાં આવેલી સુસ્મિતા સેને આ મામલે પહેલી વખત ખુલાસો કર્યો છે. લલિત મોદીએ સુસ્મિતાને પોતાની બેટર હાફ ગણાવી હતી અને ટૂંક સમયમાં મેરેજનો પ્લાન એનાઉન્સ કર્યો હતો. લલિત મોદીનું નામ લીધા વગર શુક્રવારે સુસ્મિતાએ આ મામલે ખુલાસો કર્યો છે. સુસ્મિતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દીકરીઓ સાથેનો ફોટોગ્રાફ શેર કર્યો હતો. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, હું ખૂબ ખુશ છું. મેં મેરેજ નથી કર્યા અને સગાઈ પણ નથી કરી. શરત વગરના ઘણાં બધા પ્રેમથી હું ઘેરાયેલી છું. ખુલાસા બહુ થયા… હવે જીવન અને કામ પર પરત ફરી છું. અગાઉ લલિત મોદીના દીકરા રુચિરે સુસ્મિતા સેન સાથે ડેટિંગ મામલે જણાવ્યું હતું કે, પોતાના જીવનના ર્નિણયો લલિત પોતે જ લેતા હોય છે.

File-02-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *