Uttar Pradesh

ભાજપના સાંસદ મનોજ તિવારી સાથે ધક્કા-મુક્કી થઈ

ઉત્તરપ્રદેશ
ભાજપના સાંસદ મનોજ તિવારી ભાજપના ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે. આ ક્રમમાં તેઓ યુપીના દેવરિયામાં હતા. તેમણે દેવરિયાના બરહાજ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવાનો હતો. બરહાજ વિધાનસભા ક્ષેત્રમાં તેઓ અલગ-અલગ જગ્યાએ લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા અને ઉમેદવારને જીતાડવાની અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન લોકોની ભીડમાં કેટલાક અરાજક તત્વો સાથે તેની બોલાચાલી થઈ હતી. જાેતજાેતામાં લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા અને વાતાવરણ તંગ બની ગયું. પછી ભીડમાંથી ઘણા લોકો તેની તરફ જવા લાગ્યા. બચાવ દરમિયાન મનોજ તિવારી અને લોકો વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. મામલો વધતો જાેઈને સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ ભાજપના સાંસદને સુરક્ષામાં લઈ લીધા હતા. લોકોનો ગુસ્સો જાેઈને પોલીસે મનોજ તિવારીને બાઇક પર બેસાડીને ત્યાંથી નિકાળવા પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વિપક્ષ અને નેતાઓ સાથે મારામારીના અહેવાલો સામે આવ્યા છે. હવે આ યાદીમાં બીજેપી સાંસદ મનોજ તિવારીનું નામ પણ સામેલ થઈ ગયું છે. તેની સાથે ઝપાઝપીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Manoj-Tiwari.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *