Uttar Pradesh

ઉત્તરપ્રદેશ ના ૧ ગુટકાના વેપારીના ઘરે સી જી એસ ટી ની રેડમાં ૬.૩૧ કરોડ રોકડા મળ્યા

લખનૌ
સેન્ટ્રલ ગુડ્‌સ સર્વિસ ટેક્સની ટીમે ઉત્તર પ્રદેશ ના એક ગુટકાના વેપારીના ઘરે રેડ કરી હતી. આ દરમિયાન વેપારી પાસેથી ૬ કરોડ ૩૧ લાખ ૧૧ હજાર આઠ સો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. સમેરપુરમાં રહેતા ગુટકાના વેપારી જગત ગુપ્તાને ત્યાં સેન્ટ્રલ ગુડ્‌સ સર્વિસ ટેક્સની ટીમે રેડ કરી હતી. ૧૫ સભ્યની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ૧૨ એપ્રિલના સવારના ૬ વાગ્યાથી શરૂ થઈ હતી, જે ૧૩ એપ્રિલની સાંજ સુધી ચાલી હતી. રાત થતાં બેન્કના કર્મચારીઓ રૂપિયા રાખવા માટે મોટી ત્રણ ટ્રક લઈને પહોંચ્યા હતા. પૈસાની ગણતરી કરવા માટે સ્ટેટ બેન્કના કર્મચારી ત્રણ મશીન અને મોટી ટ્રક લઈને આવ્યા હતા. લગભગ ૧૮ કલાકની ગણતરી પછી રૂપિયાને ટ્રકમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા. ટીમની સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે આ અંગે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે જાેઈન્ટ કમિશનરે સર્ચ વોરન્ટ આપ્યું હતું. એની પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *