Uttar Pradesh

કોંગ્રેસના ઉમેદવાર સુપ્રિયા એરન સમાજવાદી પાર્ટીમાં જાેડાયા

ઉતરપ્રદેશ
યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. બરેલી કેન્ટથી કોંગ્રેસના ઉમેદવાર સુપ્રિયા એરન અખિલેશ યાદવની હાજરીમાં સપામાં સામેલ થયા છે. સુપ્રિયા એરન પૂર્વ મેયર છે. સુપ્રિયા એરનના પતિ પ્રવીણ એરન પૂર્વ સાંસદ છે. આ અવસર પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે પાર્ટીમાં સુપ્રિયા એરનનું સ્વાગત છે. તેઓ કોઇ બહારથી પાર્ટીમાં આવ્યા નથી તેઓ પહેલાં સપામાં જ હતા. યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે યુપીની પ્રજા માટે અમે કેટલાંક ર્નિણયો લીધા છે. સપાએ નવા વર્ષ પર નક્કી કર્યું હતું કે યુપીમાં સરકારમાં આવવા પર ૩૦૦ યુનિટ ફ્રીમાં વીજળી મળશે. ખેડૂતોને સિંચાઇ માટે ફ્રીમાં વીજળી આપશે.મૈનપુરી જિલ્લાની કરહાલ વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અખિલેશ યાદવને મેદાનમાં ઉતારવાનો ર્નિણય લીધો છે. અખિલેશ યાદવે પહેલેથી જ ચૂંટણી મેદાનમાં પ્રવેશવાની જાહેરાત કરી દીધી હતી. શનિવારે સપાના મહાસચિવ રામ ગોપાલ યાદવે પાર્ટી કાર્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી મેદાનમાં પ્રવેશવાની જાહેરાત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *