International

પુતિને પરમાણુ હથિયારો હાઈ એલર્ટ કરતા નિવેદનથી પૂર્વ અને પશ્ચિમી દેશોમાં તણાવ

કિવ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રશિયાના પરમાણુ હથિયારોને ‘હાઈ અલર્ટ’ પર રાખવાના આદેશ આપ્યા જેનાથી યુક્રેન પર રશિયા દ્વારા કરાયેલા હુમલા પર પૂર્વ અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધવાનો અંદેશો છે. પુતિને કહ્યું કે નાટોના પ્રમુખ સભ્ય દેશો દ્વારા ‘આક્રમક નિવેદનબાજી’ની પ્રતિક્રિયામાં તેમણે આ ર્નિણય લીધો. પુતિન રશિયાના આ હથિયારોને ઉપયોગ કરવા હેતુસર તૈયાર રાખવા માંગે છે. તેમના આ ર્નિણયથી દુનિયામાં પરમાણુ યુદ્ધનું સંકટ તોળાઈ રહ્યું છે. રશિયાની સેનાઓ કિવની વધુ નજીક આવવા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી કહેવાયું છે કે તેમનું એક પ્રતિનિધિ મંડળ રશિયાના અધિકારીઓ સાથે બેઠક કરશે. પુતિને પરમાણુ હથિયારોને અલર્ટ પર રાખવા બદલ માત્ર નાટો સભ્ય દેશોના નિવેદનોનો જ હવાલો આપ્યો એવું પણ નથી. તેમણે રશિયા અને પોતાના (પુતિન) વિરુદ્ધ પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો પણ ઉલ્લેખ કર્યો. ટોચના અધિકારીઓ સાથે કરાયેલી બેઠકમાં પુતિને રશિયાના રક્ષામંત્રી અને મિલેટ્રી જનરલ સ્ટાફના પ્રમુખને આદેશ આપ્યો કે રશિયાની હેષ્ઠઙ્મીટ્ઠિ ઙ્ઘીંીિિીહષ્ઠી કર્ષ્ઠિીજ ને યુદ્ધ સંબંધિત જવાબદારી માટે તૈયાર રાખવામાં આવે. ટીવી પર પ્રસારિત નિવેદનમાં પુતિને કહ્યું કે પશ્ચિમી દેશો અમારા દેશ વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યા છે. નાટોના પ્રમુખ સભ્ય દેશોના ઉચ્ચ અધિકારીઓએ પણ અમારા દેશ વિરુદ્ધ આક્રમક નિવેદન આપ્યા છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે પુતિન તે જ વાતો પર અમલ કરી રહ્યા છે જે તેઓ યુક્રેન પર હુમલા પહેલા અનેક અઠવાડિયાથી કહેતા આવ્યા છે. સાકીએ કહ્યું કે પુતિન હુમલાને યોગ્ય ગણાવવા માટે એવા જાેખમોનું નિર્માણ કરી રહ્યા છે જે અસ્તિત્વમાં નથી. વૈશ્વિક સમુદાય અને અમેરિકી લોકોએ તેને એ જ રીતે જાેવું જાેઈએ. અમે તેમને (પુતિન) આવું અનેકવાર કરતા જાેયા છે. રશિયાને નાટો કે યુક્રેનથી ક્યારેય જાેખમ નહતું. સાકીએ કહ્યું કે આ બધુ રાષ્ટ્રપતિ પુતિનની રીત છે અને અમે તેના વિરુદ્ધ ઊભા રહીશું…અમારી અંદર પોતાની રક્ષા કરવાની ક્ષમતા છે. રશિયાના આ ર્નિણય પર સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે એક સમાચાર કાર્યક્રમમાં કહ્યું કે ‘રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધને જે પ્રકારે આગળ વધારી રહ્યા છે તે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. આપણે તેમની આ કાર્યવાહીની આકરા શબ્દોમાં ટીકા કરવી જાેઈએ.’ પુતિનના આદેશનો વ્યવહારિક અર્થ શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી

Russia-President-Vladimir-Putin-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *