International

રશિયન યુવા ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવ એટીપીમાં નંબર વન ખેલાડી બન્યો

રશિયા
હવે જાેકોવિચની દુબઇ ઓપનમાં હારનો ફાયદો મેદવેદેવને થયો છે, જે હવે વિશ્વનો નવો નંબર વન ખેલાડી બની ગયો છે. સોમવાર ૨૮ ફેબ્રુઆરીએ નવી છ્‌ઁ રેન્કિંગ બહાર પાડવામાં આવશે ત્યારે મેદવેદેવ પ્રથમ સ્થાન પર જાેવા મળશે. જાેકોવિચ ૨૦૨૦ પછી પ્રથમ વખત છ્‌ઁ રેન્કિંગમાં પ્રથમ સ્થાનેથી બહાર થઈ ગયો છે. તે લગભગ ૩૬૧ અઠવાડિયા સુધી વિશ્વનો નંબર વન રહ્યો છે મેદવેદેવ ટોચ પર પહોંચવા સાથે, ૯૨૧ અઠવાડિયા પછી નવો નંબર વન ખેલાડી ઉપલબ્ધ થશે. ૨ ફેબ્રુઆરી ૨૦૦૪ થી, ફક્ત ‘બિગ ફોર’ એટલે કે રોજર ફેડરર, રાફેલ નડાલ, એન્ડી મરે અને નોવાક જાેકોવિચ પુરુષોની ટેનિસ રેન્કિંગ પર કબજાે કરી શક્યા છે. હવે આ ચાર સિવાય એક નવો ચહેરો વર્લ્‌ડ રેન્કિંગનો સૌથી મોટો ચહેરો હશે. મેદવેદેવે ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં જાેકોવિચને હરાવીને તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. તે જ સમયે, તે ગયા મહિને ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં નડાલ સામે હારી ગયો હતો.ટેનિસની દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે. આવા પરિવર્તનની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી હતી, પરંતુ બહુ ઓછા લોકો પાસે કલ્પના અને અપેક્ષા હતી. લગભગ ૧૮ વર્ષ બાદ એક નવો ચહેરો મેન્સ સિંગલ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો છે. રશિયન યુવા ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવ એટીપી રેન્કિંગમાં નંબર વન ખેલાડી હશે. મેદવેદેવે આ સિદ્ધિ સર્બિયાના મહાન ખેલાડી અને વર્તમાન નંબર વન નોવાક જાેકોવિચની હારને કારણે મેળવી છે. સર્બિયન દિગ્ગજ ટેનિસ સ્ટાર જાેકોવિચ, જે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમ્યા વિના બહાર થઇ ગયો હતો, તેને દુબઈ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના ૧૨૩ નંબરના ખેલાડી જીરી વેસ્લી સામે ૬-૪, ૭-૬ (૭/૪) થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે જાેકોવિચે નંબર વનની ખુરશી ગુમાવી દીધી હતી. આમ ઓસ્ટ્રેલિયમાં નહી રમવુ જાેકોવિચને ખૂબ જ મોંઘુ સાબિત થયુ છે.

Daniil-Medvedev-Tennis.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *