International

અમેરિકાએ એચ-૧બી વિઝાને લઈને મોટી જાહેરાત કરી

અમેરિકા
નાણા વર્ષ ૨૦૨૩ માટેૐ-૧મ્ વિઝા માટે પ્રારંભિક રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો ૧ માર્ચના રોજથી પ્રારંભ થશે અને ૧૮ માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ૐ-૧મ્ વિઝાએ રોજગાર આધારિત નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જેના આધારે બિનઅમેરિકન નાગરિકો અમેરિકાની કંપનીઓમાં નોકરી કરી શકે છે. ેંજીઝ્રૈંજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, સંભવિત અરજદારો અને પ્રતિનિધિઓ અમારી ઓનલાઇન ૐ-૧મ્ રજિસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાના રજિસ્ટ્રેશનને સંપન્ન કરીને તેને સબમિટ કરવા સમર્થ રહેશે. નાણા વર્ષ ૨૦૨૩ માટે ૐ-૧મ્ વિઝા માટે સબમિટ કરાવવામાં આવેલા તમામ રજિસ્ટ્રેશન્સ માટે ેંજીઝ્રૈંજી દરેકને એક કન્ફર્મેશન નંબર આપશે. નિવેદનમાં કહેવાયું હતું કે આ નંબરનો ઉપયોગ માત્ર રજિસ્ટ્રેશનની સ્થિતિને જાેવા માટે જ કરવામાં આવશે અને તમે કેસ સ્ટેટસ ઓનલાઇન પર તમારા કેસના સ્ટેટસને આ નંબરની મદદથી નહીં જાેઇ શકો. સંભવિત ૐ-૧મ્ કેપ-સબ્જેક્ટ પિટિશનર્સ અથવા તેમના પ્રતિનિધિઓએ સિલેક્શન પ્રક્રિયા માટે, પ્રત્યેક લાભાર્થીને ઇલેક્ટ્રોનિક રીતે રજિસ્ટર કરાવવા માટે દ્બએંજીઝ્રૈંજી ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરવો જરૂરી છે અને સાથે જ તેમણે ૐ-૧મ્ વિઝા માટે લાગુ પડતી ૧૦ ડૉલરની ફી દરેક રજિસ્ટ્રેશન માટે ચૂકવવાની રહેશે. એક નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે સંભવિત અરજદારો જેઓ પોતાના રજિસ્ટ્રેશન્સ જમા કરાવે છે (અમેરિકન રોજગાર પ્રદાતાઓ અને અમેરિકન એજન્ટ્‌સ, જેઓને સામૂહિક રીતે રજિસ્ટ્રન્ટ્‌સ તરીકે ઓળખાય છે) તેઓ રજિસ્ટ્રન્ટ્‌સ એકાઉન્ટનો ઉપયોગ કરશે. રજિસ્ટ્રન્ટ્‌સ ૨૧ ફેબ્રુઆરીએ બપોરથી નવા એકાઉન્ટ ખોલી શકશે. નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે જાે ૧૮ માર્ચ સુધી અમને પૂરતા રજિસ્ટ્રેશન્સ મળી જશે, તો અમે રેન્ડમલી રજિસ્ટ્રેશન સિલેક્ટ કરીશું અને સિલેક્શન નોટિફિકેશન્સ યૂઝરને ઓનલાઇન એકાઉન્ટ મારફત મોકલાશે. અમે દરેક એકાઉન્ટ ધારકને ૩૧ માર્ચ સુધીમાં જણાવીશું.

H1-B-Visa.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *