International

આઈઆઈટી મદ્રાસમાં વધુ ૩૧ કેસો કોરોનાના આવતા ચકચાર મચ્યો

વોશીંગ્ટન
તમિલનાડુમાં કોરોના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને સોમવારે કલેક્ટરો અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને રાજ્યમાં કોવિડ-૧૯ના પ્રસાર પર વહેલી તકે નિયંત્રણ લાવવા માટે બધા પ્રયાસ કરવાના નિર્દેશ આપ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મા સુબ્રમણ્યમએ આ માહિતી આપી. વળી, પ્રમુખ આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણને કલેક્ટરોને લખેલા પોતાના પત્રમાં બૂસ્ટર ડોઝના પ્રશાસન સહિત પાત્ર લોકોને રસીના પ્રભાવી પ્રશાસનનુ આહ્વાન કર્યુ.તમિલનાડુની ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા, મદ્રાસ(ૈંૈં્‌-સ્)માં કોવિડ-૧૯એ હાહાકાર મચાવવો શરુ કરી દીધો છે. મંગળવારે કોરોના પૉઝિટિવ દર્દીઓના વધુ ૩૧ નવા કેસ નોંધાયા છે. વળી, તમિલનાડુ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હવે કોરોના પૉઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૧૧ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે ૈંૈં્‌ મદ્રાસમાં કોવિડ-૧૯ કેસોની કુલ સંખ્યા રવિવારે ૬૦ થઈ ગઈ હતી. વળી, એક દિવસ પહેલા ૫૫ કેસ સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગે વાયરસના પ્રસારને નિયંત્રિત કરવામાં સાવધાની રાખવાના આદેશ આપ્યા હતા.

Coronavirus-New-Veriant-Briten-Childreans.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *