International

એલન મસ્કના પિતા એરોલ મસ્કે કર્યો એવો ખુલાસો કે, ચોકી ગયા સૌ કોઈ

ન્યૂયોર્ક
દુનિયાના જાણીતા બિઝનેસમેન એલન મસ્ક હંમેશાં અહેવાલોમાં ચમકનાર વ્યક્તિ છે અને હવે તેમના પિતા એરોલ મસ્કે કર્યો છે એક ચોંકાવનારો ખુલાસો સાંભળીને સૌ કોઈ ચોકી ગયા છે. તેમણે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે પોતાની સાવકી દીકરીની સાથે તેમણે શારીરિક સંબંધ હતા. એટલું જ નહીં, તેમની પુત્રીને બે બાળકો પણ છે. ત્રણ વર્ષ પહેલા જ એલન મસ્કના પિતાએ સાવકી પુત્રી સાથે પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. આ વાત એરોલ મસ્કે ખુદ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કબૂલી છે. એલોન મસ્કના પિતાએ ત્રણ વર્ષ પહેલા સાવકી પુત્રીથી બીજા બાળકને જન્મ આપ્યો હતો. ઇરોલ મસ્ક પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત સ્વીકારી છે. મસ્કના પિતા એરોલ મસ્ક ૭૬ વર્ષના છે. એક મુલાકાત દરમિયાન એરોલ એ જણાવ્યું હતું કે લગભગ ત્રણ વર્ષ પહેલાં તેની સાવકી પુત્રી જાના બેઝુઇડેનહાઉટ સાથે તેમનું બીજું સંતાન થયું. જાેકે તે અનપ્લાન્ડ હતું. ઈન્ટરવ્યુ દરમિયાન ઈરોલ મસ્કે કહ્યું કે આ પૃથ્વી પર આપણે મનુષ્યો માત્ર પ્રજનન માટે છીએ. એરોલ મસ્ક અને જાનાના પ્રથમ બાળકનો જન્મ ૨૦૧૭માં થયો હતો, જેનું નામ ઇલિયટ રશ છે. તમને જણાવી દઇએ કે જાના બેઝુઇડનહાઉટ એરોલની બીજી પત્ની હેઇડ બેઝુઇડનહાઉટની પુત્રી છે, જેની સાથે તેમણે એલોન મસ્કની માતા મેય હેલ્ડેમેન મસ્કથી અલગ થયા બાદ ૧૯૭૯માં લગ્ન કર્યા હતા. તેના અગાઉના લગ્નથી તેમણે ત્રણ બાળકો હતા – એલન, કિમ્બલ અને ટોસ્કા. તેમણે જણાવ્યું કે, ૨૫ વર્ષની ઉંમરે બેઝુઇડનહાઉટની માતા સાથે લગ્ન કર્યા. એરોલ મસ્ક ત્યારે ૪૫ વર્ષના હતા. રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે એલન મસ્ક તેમના પિતાને પસંદ નથી કરતા. આ પાછળનું મુખ્ય કારણ આજ છે. જ્યારે આ વાત મસ્ક પરિવારને ખબર પડી, ત્યારે તેમણે મોટો ઝટકો લાગ્યો. ઇરોલ મસ્કે કહ્યું કે આ ખુલાસા પછી એલન અને મારા વચ્ચેના સંબંધો બગડી ગયા. તેથી જ એલન મને પસંદ નથી કરતો. તે આ વિશે ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે, કારણ કે જાના તેની સાવકી બહેન છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *