International

ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના કેસ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા

ઓસ્ટ્રેલીયા
ઓસ્ટ્રેલિયામાં નવા કેસનો અર્થ એ છે કે દેશમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ છે. ન્યૂ સાઉથ વેલ્સના ચીફ મેડિકલ ઓફિસર કેરી ચાંટે સોમવારે લોકોને વિનંતી કરી કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી હોસ્પિટલમાં સારવાર ન લેવી. તેમણે કહ્યું કે, આરોગ્ય પ્રણાલી પર બિનજરૂરી બોજ ન નાખવા માટે આપણે સૌ આપણી ભૂમિકા ભજવીએ તે મહત્વનું છે. પીસીઆર ટેસ્ટિંગ સેંટર પર દબાણ ઘટાડવા માટે, વડા પ્રધાન સ્કોટ મોરિસને ફેડરલ સરકાર દ્વારા રેપિડ એન્ટીજન ટેસ્ટ ફ્રી કરવાની માગને નકારી કાઢી હતી. ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ મોયે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓને ચેપ લાગ્યો છે અને તેમને આરામ આપવામાં આવ્યો છે, જેના કારણે બાકીના સ્ટાફ પર કામનું દબાણ વધી ગયું છે. મોયએ ‘એબીસી રેડિયો’ને કહ્યું, દર્દીઓની સંખ્યા બમણી છે અને ઘણા કર્મચારીઓને પણ રજા આપવામાં આવી છે. જેના કારણે આરોગ્ય સેવાઓ પર દબાણ વધી રહ્યું છે.ઑસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ન્યુ સાઉથ વેલ્સમાં ૨૩,૧૩૧ નવા કેસ નોંધાયા ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના કેસ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જેના કારણે દેશભરની હોસ્પિટલો અને ટેસ્ટિંગ સેન્ટરો પર દબાણ વધી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ભારતમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં જાે ભારતમાં ઓસ્ટ્રેલિયા જેવી સ્થિતિ સર્જાય અને કોરોના લહેર તેની ચરમસીમાએ પહોંચે છે તો સ્વાસ્થ્ય સેવા પર ઘણું દબાણ આવી શકે છે. લોકોના હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ વધી શકે છે. સ્થિતિ કોરોનાની બીજી લહેર જેવી બની શકે છે, જ્યારે દેશની આરોગ્ય સેવાઓ પર વધુ દબાણ પડ્યું હતું. ચિંતાની વાત એ છે કે ભારતમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના લક્ષણો હળવા છે અને વેરિઅન્ટના ફેલાવાનો દર વધારે છે. આવી સ્થિતિમાં, જાે ભારતમાં લોકો ર્ંદ્બૈષ્ઠિર્હ થી ઝડપથી સંક્રમિત થવા લાગે છે, તો તે સરકાર માટે ચિંતાનું કારણ બની શકે છે. હોસ્પિટલમાં દાખલ થવાનો દર વધી શકે છે. તેની સીધી અસર આરોગ્ય સેવાઓ પર જાેવા મળશે. હકીકતમાં, ઑસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ન્યુ સાઉથ વેલ્સમાં ૨૩,૧૩૧ નવા કેસ નોંધાયા છે, જે નવા વર્ષના દિવસે નોંધાયેલા ૨૨,૫૭૭ કેસ કરતાં વધુ છે. કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં ૧,૩૪૪ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જે એક દિવસ પહેલા દાખલ થયેલા દર્દીઓની સંખ્યા કરતા ૧૪૦ વધુ છે. તદુપરાંત, સપ્ટેમ્બરના અંતમાં નોંધાયેલ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા દર્દીઓની સંખ્યા કરતા ૭૮ વધુ છે. કોરોના ટેસ્ટમાંથી ૮૩,૩૭૬ નવા કેસ મળી આવ્યા છે. આ રીતે પોઝિટિવિટી રેટ ૨૮ ટકા છે. મંગળવારે, વિક્ટોરિયામાં ૧૪,૦૨૦ કેસ નોંધાયા છે. સોમવારે નોંધાયેલા ૮,૫૭૭ કેસની સરખામણીમાં આ સંખ્યા લગભગ બમણી છે. વિક્ટોરિયામાં ૫૧૬ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી ૧૦૮ લોકોની ૈંઝ્રેંમાં સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *