International

કબજે કરેલા વિસ્તારોમાંથી અનાજ જપ્ત કરી રહી છે રશિયન સેના ઃ યુક્રેનનો દાવો

યુક્રેન
યુક્રેને રશિયા પર વધુ એક આરોપ લગાવતા, કહ્યું- રશિયન સેના કબજાવાળા વિસ્તારોમાંથી અનાજ જપ્ત કરી રહી છે. યુક્રેનના નાયબ કૃષિ પ્રધાન તારાસ વ્યાસોત્સ્કીએ કહ્યું છે કે રશિયન સૈન્ય તેના કબજામાં રહેલા પ્રદેશોમાં મોટા પ્રમાણમાં અનાજ જપ્ત કરી રહ્યુ છે, જ્યારે તેના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે યુદ્ધગ્રસ્ત દેશ ઇંધણની અછતનો સામનો કરી રહ્યો છે. વિસોત્સ્કીએ શનિવારે યુક્રેનિયન ટેલિવિઝનને કહ્યુંઃ “આજે, તે વાતની પુષ્ટિ થઇ છે કે ઝાપોરિઝ્‌ઝ્‌યા, ખેરસન, ડોનેટ્‌સક અને લુહાન્સ્ક પ્રદેશોમાંથી કુલ કેટલાંક મિલિયન ટન અનાજ બહાર કાઢવામાં આવ્યું છે.” યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શુક્રવારે રાત્રે કહ્યું હતું કે યુક્રેન ઇંધણની અછતનો પણ સામનો કરી રહ્યું છે કારણ કે રશિયાએ તેના ઇંધણ માળખાને નષ્ટ કરી દીધું છે અને તેના બંદરોને અવરોધિત કર્યા છે. દ્ભઐદૃ, ડ્ઢહૈॅિર્ અને અન્ય શહેરોમાં ઈંધણની અછત નોંધાઈ છે. ઇંધણ સ્ટેશનો પર વાહનોની કતાર જાેવા મળે છે અને મોટાભાગના સ્થળોએ ડ્રાઇવરો એક સમયે માત્ર ૧૦ લિટર ઇંધણ ખરીદી શકે છે. ઝેલેન્સ્કીએ વચન આપ્યું હતું કે અધિકારીઓ એક કે બે અઠવાડિયાની અંદર ખામીને ભરવા માટે ઇંધણ પુરવઠાની વ્યવસ્થા શોધી લેશે, પરંતુ ક્રેમેનચુક રિફાઇનરી પર રશિયન મિસાઇલ હુમલા પછી તેને “મુશ્કેલ કામ” ગણાવ્યું હતું. ઝેલેન્સકીએ કહ્યું, ‘ત્યાં કોઈ તાત્કાલિક ઉકેલ નથી. દરમિયાન, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે કહ્યું છે કે મોસ્કોએ યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ લોકોને યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે. લવરોવે ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ સાથેની મુલાકાતમાં આ વાત કહી. લવરોવની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુક્રેન મોસ્કો પર યુક્રેનિયનોને બળજબરીથી દેશની બહાર મોકલવાનો આરોપ લગાવે છે. લવરોવે કહ્યું કે આ આંકડામાં ૩૦૦ થી વધુ ચીની નાગરિકો સામેલ છે.

Russia-Ukraine-War-Image-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *