International

કાબુલમાં ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટથી ૧૯નાં મોત, ૨૭ઘાયલ

કાબુલ
અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા પછી અરાજકતાનો માહોલ છે. છાશવારે મહિલાઓ સાથે અન્યાય અને બૉમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓના સમાચાર આવતા રહેતા હોય છે. આજે ફરી એક બૉમ્બ બ્લાસ્ટની ભયાનક ઘટના સામે આવી છે જેમાં કાબુલના લઘુમતી વિસ્તાર કે જ્યાં શિયાઓની વસ્તી વધારે છે એવા સ્થળે બૉમ્બ બ્લાસ્ટ થતા ૧૯ લોકોનાં મોત થયા હતા અને ૨૭ જેટલા નાગરિકો ઘાયલ થયા હતા. આ ઘટના વિશેની માહિતી તાલિબાનો દ્વારા નિમાયેલા પ્રતિનિધિએ પોતે આપી હતી. મળી રહેલા સમાચાર અનુસાર આ બ્લાસ્ટ દષ્તી બારચી નામના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ એક શૈક્ષણિક સ્થળે કરવામાં આવ્યો છે. જ્યાં ઘણા લોકો અગાઉથી હાજર હતા જેમાંથી ૧૯ લોકો મોતને ભેટયા હતા અને ૨૭ જેટલા નાગરિકો ઘાયલ થયા હતા. જાે કે આ વિસ્ફોટની ઘટના પાછળ કોનો હાથ છે તે હજુ જાણી શકાયું નથી. કોઈ સંગઠને હજુ સુધી આ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી નથી. જેના કારણે અટકળો બાંધવામાં આવી રહી છ

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *