International

જાણવા જેવું છે? કે, દરિયા વચ્ચે આ માછીમારે માટે એક ફ્રિઝ કેવી રીતે તેનું ભગવાન બન્યું?

બ્રાજીલ
માછીમારે દરિયામાં ૧૧ દિવસ ફ્રિઝમાં રહીને કંઈપણ ખાધા-પીધા વગર પોતાને જીવતો રાખ્યો. આ દરમિયાન તેનું વજન ૫ કિલો ઘટી ગયું. માછીમારની જ્યાં બોટ ડૂબી, ત્યાંથી ૪૫૦ કિમી દૂર બીજાે દેશ સૂરીનામમાં કેટલાક લોકોએ તેને બચાવ્યો. તેણે ૪૫૦ કિમીની યાત્રા ફ્રિઝમાં રહીને કરી હતી. અને એવું કહેવાય છે ને ‘જાકો રાખે સાઈયાં, માર સકે ન કોય’ અને આ પ્રખ્યાત છે કબીરનો આ દોહો અને એ આ બ્રાઝીલના એક માછીમાર પર એકદમ ફિટ બેસે છે. હકીકતમાં આ માછીમાર દરિયામાં માછલી પકડવા ગયો હતો, પરંતુ દરિયામાં તેની બોટ ડૂબી ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે તેણે ફ્રિઝનો સહારો લીધો. માછીમાર ફ્રિઝની અંદર સંતાઈ ગયો અને આશ્ચર્યજનક રીતે દરિયામાં ૧૧ દિવસ સુધી જીવતો રહ્યો. જે જગ્યાએ દરિયામાં માછીમારની બોટ ડૂબી હતી ત્યાંથી ૪૫૦ કિમી દૂર બીજા દેશના લોકોએ તેને બચાવ્યો. પ્રાથમિક સારવાર બાદ તેને ૧૬ દિવસ જેલમાં રાખવામાં આવ્યો અને એના વિષે તમે જાણવા મળ્યું આવું કે વિશ્વાસ જ ન થઇ શકે એક સમાચાર અનુસાર જાે માનીએ તો, માછીમારનું નામ રોમુઆલ્ડો છે. જુલાઈના અંતમાં તે બ્રાઝીલના ઓઇયાપોક શહેરથી માછલી પકડવા માટે દરિયામાં ગયો હતો. દરિયામાં માછલી પકડતા સમયે અચાનક તેની બોટ ડૂબવા લાગી હતી. ત્યારબાદ તેમણે ફ્રિઝ ઉપર ચઢી પોતાનો જીવ બચાવ્યો હતો. ફ્રિઝને તે બોટમાં પોતાની સાથે લઈ ગયો હતો. ૧૧ દિવસ સુધી રોમુઆલ્ડો ફ્રિઝના સહારે દરિયામાં રહ્યો, તેનું પાંચ કિલો વજન પણ ઓછું થઈ ગયું કેમ કે, ખાવા-પીવા માટે તેની પાસે કોઈ વસ્તુ ન હતી. ૧૧ ઓગસ્ટના જ્યારે તે દરિયા વચ્ચે મળ્યો. ત્યારે તેને બચાવવા માટે લોકોએ રોમુઆલ્ડોને પીવા માટે પાણી અને ખાવા માટે ખિચડી આપી હતી. આશ્ચર્યની વાત એ છે કે માછીમારની બોટ બ્રાઝીલના દરિયાઈ સરહદમાં ડૂબી હતી, ત્યારે તે માછીમાર સૂરીનામ (બીજા દેશ) માં મળી આવ્યો હતો. રોમુઆલ્ડોએ જણાવ્યું કે, હું સૌથી વધારે પાણી માટે તરસ્યો હતો. બોટ ડૂબી જતા ફ્રિઝ તેના માટે ભગવાન બન્યું હતું. આટલા દિવસ દરિયામાં રહ્યા બાદ તે ડિહાઈડ્રેશનથી ગ્રસ્ત થયો હતો. તેનું સ્વાસ્થ્ય પણ ખરાબ થયું હતું. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, રોમુઆલ્ડોએ કહ્યું- મને લાગ્યું કે શાર્ક માછલીએ તેને ખાઈ જશે. એક બોટ સવાર લોકોએ તેની પાસે આવી મદદ કરી. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આટલા દિવસ દરિયામાં રહ્યા બાદ માછીમારની જાેવાની ક્ષમતા પર અસર પડીછે. પરંતુ સ્વાસ્થ્ય સારું છે. ૧૧ દિવસ ભુખ્યા પેટે અને પાણી વગર પસાર કરનાર માછીમાર રોમુઆલ્ડોને વધુ એક મુસિબતનો સમાનો કરવો પડ્યો. ખરેખરમાં જે જગ્યાએ તે મળ્યો, તે સૂરીનામની સીમા હતી. તેને દસ્તાવેજાે વિના સૂરીનામની સરહદમાં પ્રવેશવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો સૂરીનામમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના કારણે તેને જેલમાં ૧૬ દિવસ રહેવું પડ્યું. હાલમાં જ તેને પોતાના દેસ પરત મોકલવામાં આવ્યો છે.

Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *