જાપાન
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજાે આબે પર નારા શહેરમાં ભાષણ દરમિયાન હુમલો થયો. તેમના પર ફાયરિંગ થયું. આ ઘટના બાદ શિંજાે આબે બેભાન થઈને પડી ગયા. અફરાતફરીમાં તેમને હેલિકોપ્ટરથી હોસ્પિટલ લઈ જવાયા. શિંજાેની હાલત ખુબ જ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલાખોરને પોલીસે પકડી લીધો છે. જાે કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આખરે તેણે શિંજાે આબે પર હુમલો કેમ કર્યો. હુમલાખોરે જેવો શિંજાે આબે પર હુમલો કર્યો ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરી લીધી. સુરક્ષાકર્મીઓએ હુમલાખોર પાસેથી ગન છીનવી લીધી અને તેને જમીન પર સૂવાડી દીધો. હુમલાખોરની ઓળખ ૪૧ વર્ષના યામાગામી તેત્સુયા તરીકે થઈ છે. જેની હત્યાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરાઈ. જાપાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ તે મરીન સેલ્ફ ડિફેન્સ ફોર્સનો પૂર્વ સભ્ય છે. જાે કે હુમલાનું કારણ સામે આવ્યું નથી. જાપાનની પોલીસે શિંજાે આબે પર હુમલો કરનારા હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક મીડિયા જિજિએ જણાવ્યું કે શિંજાે આબેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું. હાલ સારવાર હેઠળ છે. એવું કહેવાય છે કે હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. ત્યાં હાજર લોકોએ તત્કાળ તેમને સીપીઆર આપ્યું જેથી કરીને જીવ બચી શકે. તેઓ પોતાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવા માટે નારા પ્રાંત પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક સમય મુજબ સવારે ૧૧.૩૦ વાગે તેમના પર પાછળથી ગોળી છોડાઈ. જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ તેમના શરીરમાં કોઈ મૂવમેન્ટ જાેવા મળી રહી નથી અને હાલ તેઓ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યા હતા ત્યાર બાદ સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું. હુમલાખોરની ગોળી તેમને છાતીમાં વાગી છે.


