વોશિગ્ટન
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડને કહ્યું છે કે જી ૭ના સભ્ય દેશ રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવા જઇ રહ્યાં છે.યુક્રેન પર રશિયાના હુમલા બાદ લગાવવામાં આવી રહેલ પ્રતિબંધોની કડીમાં આ નવો પ્રતિબંધ હશે.બાઇડેને એક ટ્વીટમાં કહ્યું કે રશિયા પોતાના સોનાના વેચાણથી અનેક અબજાે રૂપિયા કમાઇ લે છે.
દુનિયાના સાત મુખ્ય વિકસિત દેશોના સંગઠન જી સાતની જર્મનીમાં મ્યુનિખની પાસે એલમોમાં શિખર બેઠક યોજાનાર છે આ બેઠકમાં રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધ લગાવવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે અનુમાન છે કે ટુંક સમયમાં જ જી સાત દેશ આ બાબતમાં નિર્ણય લઇ લેશે
બાઇડેન અને અન્ય વિકસીત દેશોના પ્રમુખોની શિખર સંમેલનમાં એ વાત પર ચર્ચા કરવામાં આવશે કે યુક્રેન રશિયાના યુધ્ધ વચ્ચે ઉર્જા પુરવઠાને કંઇ રીતે સુરક્ષિત કરવામાં આવે આ ઉપરાંત દુનિયાની મોટાભાગની અર્થવ્યવસ્થાઓમાં તેજીથી વધતી ફુગાવાની સ્થિતિ પર કાબુ મેળવવાની પધ્ધતિ પર પણ ચર્ચા થવાની આશા છે.
બાઇડેન પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બળતણ બાદ સોનુ રશિયાનું બીજું સૌથી મોટું નિર્યાત છે.આવી સ્થિતિમાં રશિયાથી સોનાની આયાત પ્રતિબંધિત કરવાથી રશિયા માટે વૈશ્વિક બજારોમાં ભાગ લેવો મુશ્કેલ થઇ જશે તાજેતરના વર્ષોમાં ઉર્જા બાદ સોનું જ રશિયાનું બીજુ સૌથી મોટું નિર્યાત ઉત્પાદન રહ્યું છે વર્ષ ૨૦૨૦માં રશિયાએ લગભગ ૧૯ અરબ ડોલરના મૂલ્યના સોનાનું નિર્યાત કર્યું જે વૈશ્વિક સ્વર્ણ નિર્યાતનો લગભગ પાંચ ટકા હિસ્સો હતો.
ખાસ વાત એ છે કે રશિયા સોનાના નિર્યાતમાંથી લગભગ ૯૦ ટકા હિસ્સો જી સાત દેશોને જ મોકલ્યું હતું તેમાંથી ૯૦ ટકાથી વધુ સ્વર્ણ નિર્યાત રશિયાએ ફકત બ્રિટેનને કર્યું હતું જયારે અમેરિકાએ ૨૦૧૯માં રશિયાથી ૨૦ કરોડ ડોલરથી ઓછું અને વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં ૧૦ લાક ડોલરથી ઓછું સોનું આયાત કર્યું


