International

મેલબોર્નમાં ફિલ્મ ફેસ્ટિવલમાં કપિલ દેવ ગેસ્ટ ઓફ ઓનર બનશે

વોશિંગ્ટન
ધ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનો ૧૨મી ઓગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે. તેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે લીજન્ડરી ક્રિકેટર કપિલ દેવ હાજરી આપશે. ૨૦ ઓગસ્ટ સુધી ફિલ્મ ગાલાનું આયોજન કરાયું છે, જેને ફિઝિકલ ઉપરાંત વર્ચ્યુઅલ પણ જાેઈ શકાશે. વર્લ્ડ કપ વિનર બનેલી ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવ આધારિત ફિલ્મ ૮૩ તાજેતરમાં રિલિઝ થઈ હતી. ફેસ્ટિવલમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઈન્વિટેશન મળવા સંદર્ભે કપિલે જણાવ્યું હતું. ભારતીયો ઉપરાંત આપણી સાથે જાેડાયેલા વિવિધ સમાજ અને દેશો માટે સ્પોર્ટ્‌સ અને સિનેમા બે મોટા સાંસ્કૃતિક અનુભવો છે. સ્પોર્ટ્‌સ અને સિનેમા પ્રત્યેની આપણી લાગણી ઘણી ઊંડી છે. ફેસ્ટિવલ દરમિયાન ૨૩ ભાષાની ૧૦૦ ફિલ્મ બતાવવામાં આવશે. એન્યુઅલ એવોર્ડ ફંક્શન ૧૪મી ઓગસ્ટે યોજાશે. આ ફેસ્ટિવલ માટે ઈન્ડિયન સ્ટાર્સ મેલબોર્ન જવાના છે. કોવિડ પેન્ડેમિકના કારણે પાછલા બે વર્ષથી મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો ન હતો. બે વર્ષ બાદ તેનું આયોજન કરાયું છે. ફેસ્ટિવલના શીડ્યુલ અને ક્યા સ્ટાર્સ ભાગ લેવાના છે તે અંગેની ડીટેઈલ હજુ એનાઉન્સ થઈ નથી.

File-01-Page-31-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *