યુક્રેન
ગયા અઠવાડિયે થયેલા હિંસક વિરોધ દરમિયાન પોલીસે લગભગ ૮,૦૦૦ લોકોની અટકાયત કરી હતી. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ૩૦ વર્ષ પહેલાં આઝાદી મળ્યા બાદથી પૂર્વ-સોવિયેત રાષ્ટ્રએ સૌથી ખરાબ અશાંતિનો સામનો કર્યો છે. કઝાકિસ્તાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં કુલ ૭,૯૩૯ લોકોની અટકાયત કરવામાં આવી છે. ૨ જાન્યુઆરીએ વાહનના ઇંધણની કિંમત લગભગ બમણી થઈ જવા પ્રદર્શનો શરુ થયા હતા અને જાેતજાેતામાં આખા દેશમાં ફેલાઈ ગયા હતા, જે દેખીતી રીતે જ શાસક સરકાર પ્રત્યે વ્યાપક અસંતોષ દર્શાવે છે. ત્યારબાદ સરકારે વાહન ઇંધણ પર ૧૮૦-દિવસની કિંમતની મર્યાદા નક્કી કરી અને ઉપયોગિતા દરમાં વધારા પર રોક લગાવવાની જાહેરાત કરી. જેવી અશાંતિ વધી કે, મંત્રી મંડળે રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયેવે કઝાકિસ્તાનના પૂર્વ નેતા નુરસુલતાન નઝરબાયેવને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રમુખ પદ પરથી હટાવી દીધા રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ, કઝાકિસ્તાનની ગુપ્તચર અને આતંકવાદ વિરોધી એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે દેશમાં સ્થિતિ સ્થિર થઈ ગઈ છે અને નિયંત્રણમાં છે. અધિકારીઓએ સોમવારને અભૂતપૂર્વ હિંસક અશાંતિનો ભોગ બનેલા ડઝનેક લોકો માટે શોકનો દિવસ જાહેર કર્યો છે. દેશના આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે હિંસક પ્રદર્શનોમાં ત્રણ બાળકો સહિત ૧૬૪ લોકોના મોત થયા છે.યુક્રેનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ કઝાકિસ્તાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું અને રશિયન હસ્તક્ષેપની નિંદા કરી હતી. લોકોના હાથમાં ‘સે નો ટુ પુતિન’ લખેલા બેનર પણ હતા. કઝાકિસ્તાનમાં ચાલી રહેલા પ્રદર્શનોને કચડી નાખવા માટે રશિયાએ પોતાની સેના મોકલી છે. બીજી તરફ પુતિનના આદેશ પર યુક્રેનની સરહદ પર લાખો રશિયન સૈનિકો ભારે હથિયારો સાથે તૈનાત છે. આ સંઘર્ષને કારણે યુક્રેનિયન લોકોએ કઝાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનને સમર્થન આપીને રશિયા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. યુક્રેનના બે સૌથી મોટા શહેરો કિવ અને ખાર્કોવમાં પ્રદર્શનકારીઓએ યુક્રેનની સાથે કઝાકિસ્તાનના ઝંડા લહેરાવ્યા. તેમના હાથમાં પુતિન વિરોધી પોસ્ટર હતા. શનિવારે કિવના આકાશમાં કઝાકિસ્તાનનો વાદળી અને સોનાનો ઝંડો પણ લહેરાતો જાેવા મળ્યો. કઝાકિસ્તાનનો ઝંડો ડ્રોન સાથે બાંધીને આકાશમાં લહેરાવવામાં આવ્યો. યુક્રેનના ડ્રોનેરિયમ નામના ડ્રોન ઓપરેટર જૂથ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
