લોસએન્જલસ
સ્વરાંગિની અને દેવાંશી જેવી ટીવી સિરિયલથી હેલી પોપ્યુલર થઈ હતી. છેલ્લે તે વેબ સિરિઝ ઈશ્ક મૈં મર જાવાં ૨માં નજરે પડી હતી. ફિલ્મોમાં પણ તે ડેબ્યુ કરવા જઈ રહી છે અને આ વર્ષે ફેસ્ટિવલમાં તેણે પોતાની પહેલી ફિલ્મ કાયા પટલનું પોસ્ટર શેર કર્યુ હતું. હેલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, કાન્સ ડેબ્યુ કરતાં પહેલા તેણે ચાર-પાંચ દિવસ તૈયારીઓ કરી હતી. સૌથી વધારે તકલીફ હીલ્સમાં પડી હતી. હીલ્સ ક્યારેય કમ્ફર્ટેબલ હોતા નથી. ગ્રેસફુલ દેખાવા માટે તે પહેરવાના હોય છે. ખાસ કરીને ગાઉન કે ડ્રેસ માટે તે જરૂરી છે. જાે કે હીલ્સ પહેરી રાખવાથી પગ છોલાઈ ગયા હતા. વધુમાં હેલીનો ડ્રેસ પણ સમયસર પહોંચ્યો ન હતો અને ડ્રેસનો ટ્રાયલ લીધો ત્યારે તેને પહેરી રાખીને ટાંકા લીધા હતા. આમ, કાન્સમાં એપિયરન્સ માટે ખાસી સ્ટ્રગલ કરવી પડી હતી. ટીવી એક્ટ્રેસ હેલી શાહે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યુ હતું. હેલીના રેડ કાર્પેટ લૂકે દરેકનું ધ્યાન ખેંચ્યુ હતું, પરંતુ સરળતાથી એટેન્શન મેળવવાની મહેનત હેલીને ભારે પડી હતી. રીસેન્ટલી તેણે વોર્ડરોબ સ્ટ્રગલની વાત કરી હતી અને હવે તેણે કાન્સમાં હીલવાળા સેન્ડલ પહેરવાના કારણે વેઠેલી મુશ્કેલીની વાત કરી હતી.
