ચીન
જાે તમને ક્યારેય એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જાેવાની તક મળી હોય, તો તમે ચોક્કસ જાણશો કે આ અનુભવ કેટલો અલગ છે. જી હાપ તમને એરપોર્ટ પર તમામ પ્રકારના લોકોને જાેવા મળશે. કેટલાક પ્રવાસીઓ તેમની પ્રથમ સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે, જ્યારે ઘણા ખાતા-પીતા અને ખરીદી કરતા જાેવા મળે છે. જ્યારે કેટલાક મુસાફરો ઝડપથી તેમની ફ્લાઈટમાં બેસી જવા ઉતાવળ કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એરપોર્ટ પર કોઈ વ્યક્તિને સ્થાયી થતા જાેયો છેપ? એક ચીની વ્યક્તિ છે, જે પોતાના પરિવારથી દૂર રહેવા માગતો હતો. એટલા માટે તે છેલ્લા ૧૪ વર્ષથી બેઇજિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રહે છે. આ વ્યક્તિનું નામ વેઈ જિયાંગુઓ છે. તે બેઇજિંગનો છે અને ૨૦૦૮માં તેની પત્ની સાથે ઝઘડા બાદ ઘર છોડી દીધુ હતુ. ત્યારથી બેઇજિંગ કેપિટલ ઇન્ટરનેશનલ એરપોર્ટને જ પોતાનુ ધર માની લીધુ છે. આ એરપોર્ટ પર ત્રણ ટર્મિનલ છે અને તે ટર્મિનલ ૨ પર રહે છે. જાેકે, શરૂઆતમાં તે થોડા દિવસ રેલવે સ્ટેશન પર રહેતો હતો. આ બેરોજગાર માણસને એરપોર્ટ પર રહેવાનું પસંદ છે. તેનું કહેવું છે કે અહીં તે પોતાની ઈચ્છા મુજબ ખાઈ-પી શકે છે. તેણે ‘ચાઈના ડેઈલી’ને કહ્યું કે’હું ઘરે પાછો નહીં જઈશ, કારણ કે ત્યાં મને કોઈ સ્વતંત્રતા નથી. મારા પરિવારે કહ્યું કે જાે મારે ઘરે રહેવું હોય તો મારે સિગારેટ અને દારૂ છોડવો પડશે. જાે હું આવું નહીં કરું તો મારે તેમને દર મહિને ૧ હજાર યુઆન (લગભગ ૧૨ હજાર રૂપિયા)નું સરકારી ભથ્થું ચૂકવવું પડશે. પણ પછી હું મારા માટે સિગારેટ અને દારૂ કેવી રીતે ખરીદી શકીશ ? તમને જણાવી દઈએ કે,આ વ્યક્તિનું ઘર એરપોર્ટથી લગભગ ૧૯ કિલોમીટર દૂર છે. નવાઈની વાત તો એ છે કે આ વ્યક્તિએ ઘરેથી લાવેલા ઇલેક્ટ્રિક કૂકરની મદદથી પોતાનું નાનું રસોડું પણ બનાવ્યું છે. તેણે જણાવ્યુ હતુ કે તેને કામ પરથી છૂટા કરવામાં આવ્યા છે,જેથી તે દર મહિને સરકારી સબસિડી મેળવે છે, જે લગભગ ૧,૦૦૦ યુઆન જેટલી છે.


