યુક્રેન
યુક્રેન અને રશિયા વચ્ચેનું વિનાશક યુદ્ધ સતત ૧૨માં દિવસે પણ ચાલુ છે. કિવ પર કબજાે કરવા માટે રશિયન સેના સતત બોમ્બ વરસાવી રહી છે. આ દરમિયાન વાઈરલ થયેલા વીડિયોમાં તમે જાેઈ શકો છો કે છોકરી અને તેનો પરિવાર રશિયન બોમ્બ ધડાકાથી બચવા માટે બંકરમાં છુપાઈ રહ્યો છે. તેના સિવાય પણ ઘણા લોકો ત્યાં છુપાયેલા જાેવા મળે છે. વીડિયોમાં યુવતી ફેમસ ગીત ‘લેટ ઈટ ગો’ ગુંજી રહી છે. તમને જણાવી દઈએ કે આ ગીત એનિમેટેડ ફિલ્મ ‘ફ્રોઝન’નું છે. બાળકીનો આ ૧ મિનિટ ૪૬ સેકન્ડનો વીડિયો દુનિયાને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો યુક્રેનમાં રહેતા લોકોની સુખાકારી અને યુદ્ધનો વહેલી તકે અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. યુવતીનું નામ એમેલિયા જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે, લોકોએ રશિયન હુમલાના ડરથી બંકરમાં આશ્રય લીધો છે. તમે નિર્દોષોની બૂમો સાંભળી શકો છો. રસપ્રદ વાત એ છે કે એમેલિયા ‘લેટ ઈટ ગો’ ગાવાનું શરૂ કરે કે તરત જ બાળકો ચૂપ થઈ જાય છે. આ વીડિયો જાેયા બાદ ઘણા યુઝર્સે તેને ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે વિશે પણ પૂછ્યું છે. જાે કે, ઘણા લોકોએ તેના જવાબમાં લખ્યું છે કે, જ્યારે રશિયા ચારેબાજુ હુમલો કરી રહ્યું છે, ત્યારે બંકરોના સ્થાન વિશે પૂછવું જાેઈએ નહીં. આવી સ્થિતિમાં તેમનો જીવ જાેખમમાં મુકાઈ શકે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ વખત જાેવામાં આવ્યો છે. સેંકડો લોકોએ આ અંગે તેમના પ્રતિભાવો આપ્યા છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં ચારેબાજુ તબાહીનું દ્રશ્ય જાેવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં ટિ્વટર પર બંકરમાં આશરો લેતી છોકરીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતી આશાનું ગીત ગાતી જાેવા મળે છે. આ વીડિયો જાેયા બાદ સોશિયલ મીડિયાના લોકો ભાવુક થઈ રહ્યા છે અને ગુસ્સામાં પણ છે. લોકો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી રહ્યા છે અને પૂછે છે કે આ નિર્દોષ લોકોએ તમારું શું બગાડ્યું?
