વોશિંગ્ટન
પોપ્યુલર મોડેલ-એક્ટ્રેસ લીઝા હેડનને દરિયાની વચ્ચે સર્ફિંગ કરવાનું ખૂબ પસંદ છે. વોટર સ્પોર્ટ્સ માટેનો તેનો પ્રેમ અજાણ્યો નથી. રિસેન્ટલી લિઝાએ બાલીમાં સર્ફિંગ એન્જાેય કરતાં ફોટો-વીડિયો શેર કર્યા છે. બ્લેક બિકીનીમાં લિઝાની ટોન્ડ બોડી અને સર્ફિંગ સ્કિલથી પૂજા હેગડે ઈમ્પ્રેસ થઈ હતી અને તેણે લિઝાને હોટેસ્ટ મોમ ઓન અર્થ ગણાવી હતી. લિઝાએ ફોટોગ્રાફ્સની સાથે લખ્યું હતું કે, બાલીના દરિયામાં મોજાં ઘણાં વિશાળ હોય છે અને દર વખતે સર્ફિંગ કરતાં બીક લાગે છે. ત્રણ વર્ષથી દરિયામાં આ રીતે સર્ફિંગ કર્યું ન હતું અને તેથી વધારે બીક લાગતી હતી. લિઝાએ ફોટોગ્રાફ્સ શેર કરતાં કોમેન્ટ સેક્શન ભરાઈ ગયું હતું. પૂજા હેગડેએ કમેન્ટ કરી હતી કે, આવું બોડી.. ખરેખર હોટેસ્ટ મોમ ઓન ધીઝ પ્લાનેટ. લિઝાએ ડિનો લાલવાણી સાથે મેરેજ કર્યા છે અને ત્રણ સંતાનોની માતા છે. લિઝાની આ ફિટનેસ, સ્ફૂર્તિ અને સાહસે સોશિયલ મીડિયા પર લાઈક્સનો વરસાદ કર્યો હતો.


