International

મનુષ્યના મગજમાં ચીપ લગાવવાનો એલન મસ્કનો ડ્રીમ પ્રોજેક્ટ

અમેરિકા
મસ્કે આ સ્ટાર્ટઅપ ૨૦૧૬માં સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં શરૂ કર્યું હતું. તેના દ્વારા અલ્ઝાઈમર, ડિમેન્શિયા અને કરોડરજ્જુની ઇજાઓ જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓની સારવાર માટે માનવ મગજમાં કોમ્પ્યુટર ઈન્ટરફેસ ઈમ્પ્લાન્ટ કરવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ સાથે મસ્કનું લાંબા ગાળાનું ધ્યેય માનવ અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ વચ્ચેના સંબંધની શોધ કરવાનો છેક્‌ મસ્કે લખ્યું છે કે ન્યુરાલિંક ઇમ્પ્લાન્ટ સલામતી સુનિશ્ચિત કરવા માટે પૂરતી ઝડપ વધારવાનું ખૂબ જ મુશ્કેલ કાર્ય હાથ ધરી રહી છે. તે યુએસના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) સાથે પણ સંપર્કમાં છે. જાે બધું જ ઠીક રહ્યું તો અમે આ વર્ષની શરૂઆતમાં માનવ અજમાયશ કરવા સક્ષમ થઈ શકીએ છીએ. મસ્કે ખાનગી સોશિયલ એપ ક્લબહાઉસ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે ન્યુરાલિંકે વાંદરાના મગજમાં વાયરલેસ ઈમ્પ્લાન્ટ કર્યું હતું. જે બાદ તે પોતાના મગજની મદદથી જ વીડિયોગેમ્સ રમી રહ્યો હતો. અગાઉ, ન્યુરાલિંક પણ આ ચિપને ભૂંડના મગજમાં મૂકીને ટ્રાયલ કરી રહી છે.વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક માનવ મગજમાં ચિપ નાખવાની તૈયારી કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટેક્નોલોજી દ્વારા વ્યક્તિ આંગળીઓ કરતાં પણ વધુ ઝડપથી ફોન ચલાવી શકશે. એલન મસ્કની કંપની ન્યુરાલિંક આ મગજની ચિપનું માનવો પર પરીક્ષણ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એલોન મસ્કએ વર્ષ ૨૦૧૬માં આ સ્ટાર્ટઅપની સહ-સ્થાપના કરી હતી. આ ચિપ પેજર નામના વાંદરાની અંદર અને ડુક્કરની અંદર લગાવવામાં આવી છે અને તે કામ પણ કરી રહી છે. એલન મસ્કનું કહેવું છે કે આ ચિપની મદદથી પેરાલિસિસથી પીડિત વ્યક્તિ પોતાની આંગળીઓ વડે મગજ કરતાં વધુ ઝડપથી સ્માર્ટફોન ચલાવી શકશે. આ સ્ટાર્ટઅપ હવે માનવો પર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ્સ માટે સીધી ભરતી કરી રહ્યું છે. આની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલના ડિરેક્ટર તરીકે તમને ન્યુરાલિંકની પ્રથમ ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ સૌથી પ્રતિભાશાળી ડૉક્ટરો, ટોચના એન્જિનિયરો અને મનુષ્યો સાથે કામ કરવા મળશે. ડિરેક્ટરને ફ્રેમોન્ટ, કેલિફોર્નિયામાં કામ કરવું પડશે. એલન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે અને તેમની પાસે હાલમાં ૨૫૬ બિલિયન ડોલરની સંપત્તિ છે. ગયા મહિને મસ્કે આશા વ્યક્ત કરી હતી કે આ ટેક્નોલોજીની મદદથી જે લોકો બીમારીના કારણે ચાલી શકતા નથી તેઓ ફરીથી ચાલી શકશે. મસ્કે એવી પણ જાહેરાત કરી છે કે માનવ મગજમાં કોમ્પ્યુટર ચિપ લગાવવાની યોજના આ વર્ષના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. મસ્કએ કહ્યું કે જાે બધું બરાબર રહ્યું તો ન્યુરાલિંક નામથી શરૂ કરાયેલા મગજના કોમ્પ્યુટર ઈન્ટરફેસ સ્ટાર્ટઅપનું હ્યુમન ટ્રાયલ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે.

Elon-Mask-Dream-Project-Microchip-in-Human-Mind.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *