National

પાકિસ્તાનની ટીમ જુલાઈમાં નેધરલેન્ડનો પ્રવાસે

ઇસ્લામાબાદ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડ બંને ટીમો વચ્ચે ૩ વનડે મેચો માટે વાટાઘાટ કરી રહ્યા છે, જે પછીથી યોજાનાર છે. જાેકે પાકિસ્તાન ક્રિકેટ ટીમના નેધરલેન્ડ પ્રવાસને લઇને મળી રહેલ સમાચાર પર બંને ક્રિકેટ બોર્ડ તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. નેધરલેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. પાકિસ્તાનની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ રમવામાં વ્યસ્ત છે. ટેસ્ટ અને વનડે સિરીઝ પૂરી થઈ ગઈ છે અને ટી૨૦ મેચ બાકી છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અન્ય પ્રવાસો અને શ્રેણી વિશે પછીથી પ્રતિક્રિયા આપી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મેચમાં શ્રેણી જીતી હતી. આ પછી પાકિસ્તાને ર્ંડ્ઢૈં શ્રેણી જીતી અને મુલાકાતી ટીમને ૨-૧થી હરાવ્યું. હવે માત્ર ્‌૨૦ મેચ રમવાની બાકી છે. આ મેચને લઈને બંને ટીમોની નજર રહેશે. પાકિસ્તાનમાં અત્યાર સુધી સપાટ વિકેટો જાેવા મળી છે. બોલરોને બહુ મદદ મળી ન હતી.પાકિસ્તાન ક્રિકેટ ટીમ ત્રણ વન-ડે મેચ રમવા માટે જુલાઈમાં નેધરલેન્ડના પ્રવાસે જશે. આ અંગેની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે ૨ વર્ષ પહેલા વનડે શ્રેણી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. જાે કે બંને ટીમોના બોર્ડ આ પ્રવાસ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં તારીખોની જાહેરાત કરવામાં આવશે. પાકિસ્તાની મીડિયા વેબસાઈટ જિયો ન્યૂઝે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન ટીમને જુલાઈ-ઓગસ્ટમાં શ્રીલંકામાં ૨ ટેસ્ટ અને ૩ વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. ટીમ ૨૭ ઓગસ્ટથી શ્રીલંકા (જીિૈ ન્ટ્ઠહાટ્ઠ) માં યોજાનાર એશિયા કપ ૨૦૨૨માં ભાગ લેશે.

Pakistan-Cricket-team-will-tour-the-Netherlands-in-July-2022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *